- પાનેતર પહેર્યું છે સવા લાખનું તો ય ઘરચોળાના શોખ
- 400 રૂપિયાથી 50 હજાર વધુ કિંમતની બાંધણીની સાડી અને ઘરચોળા ગ્રાહકો ખરીદે છે
- બાંધણી અને ઘરચોળામાં આંબા ડાળ, હાથી, ઘોડા તેમજ ઢીંગલીની બંધેજની વધુ માંગ: ઘરચોડામાં સોના ચાંદીના વણાટ મનમોહક
હવે લગ્ન ગાળાની સીઝન ધીમે ધીમે શરૂ થવા જઈ રહી છે આથી જામનગરની બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અને તેમાં પણ બાંધણી વગર લગ્નગાળાની અને તહેવારોની સિઝન અધુરી છે. ત્યારે બાંધણીના શહેર જામનગરમાં કેવા પ્રકારની બાંધણીની માંગ છે
જામનગરમાં 400 વર્ષ જૂના બાંધણી ઉદ્યોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. હવે લગ્નસરાની સિઝન ને લઇ જામનગરની બજારમાં બાંધણી અને ઘરચોળાની માંગમાં વધારો થયો છે. જામનગરમાં છેલ્લા 60 વર્ષથી બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા જયસુખ ભાયાણીએ જણાવ્યું કે દિવસે ને દિવસે બાંધણી પોતાની ઓળખ ઉભી કરી રહી છે આથી માંગ વધી રહી છે.
લગ્ન ગાળામાં હવે મોંઘી બાંધણીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એક જ પરિવારના તમામ સભ્યો એક જ રંગની સાડી અને પટોળા પહેરે તેવી પણ હવે ફેશન ચાલી રહી છે આથી અમારે ત્યાં એક સરખી ડિઝાઇનના કેટલા પરિવારના સભ્યો હોય તેટલા બાંધણીના ઓર્ડર મળી રહ્યા છે.
માત્ર જામનગર શહેર અને આજુબાજુના ગામડાના લોકો જ નહીં પરંતુ અન્ય રાજ્યના લોકો પણ આ બાંધણીના ખરીદી અર્થે આવી રહ્યા છે.
લગ્નગાળા લઈને આંબા ડાળ, બાંધણી, સેવન કલર બાંધણી, બાર બાગ, શિકારી ડિઝાઇન ની બાંધણી અને તેમાં પણ લગ્નગાળાની સિઝનમાં ઘરચોડા જે જામનગરના ખૂબ પ્રખ્યાત છે.
હાથીની ડિઝાઈનવાળા ઉપરાંત ઢીંગલી ની ડિઝાઇન વાળા ભગવાન શ્રીકૃષ્ણની ડિઝાઇન વાળા ઘરચોળાની સારી એવી માંગ જોવા મળતી હોય છે.
બંધેજ એકદમ અલગ જ છે આવું બંધેજ ક્યારે જોયું નથી: હૈદરાબાદથી ખરીદી કરવા આવેલા ગ્રાહક
અબ તક સાથેની વાતચીતમાં હૈદરાબાદ થી આવેલા ગ્રાહકે જણાવ્યું હતું કે અમે ચારધામની જાત્રામાં નીકળેલા છીએ ત્યારે દ્વારકા આવ્યા છે જામનગરની બાંધણી પ્રખ્યાત છે જાણ થતા અમે જામનગરમાં બાંધણીની ખરીદી કરવા માટે આવ્યા છીએ અહીંની બંધેજ એકદમ અલગ જ છે આવું બંધેજ ક્યારે જોયું નથી
વાતાવરણની અસર ન પડે તે માટે આવી મોંઘીદાટ બાંધણીને ઊંધી સંકેલવામાં આવે છે: વેપારી જયસુખભાઈ ભાયાણી
અબતક સાથેની વાતચીતમાં જયસુખભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે હું 70 વર્ષથી બાંધણી ન ધંધો કરું છું બ્રાસની માફક બાંધણી સાડીએ પણ વિશ્વભરમાં જામનગરનું નામ ઝળકાવ્યું છે. બાંધણી સાડી પર હાથથી સુંદર બંધેજ કામ જામનગર સિવાય ક્યાંય જોવા નહીં મળે. જામનગરમાં 400 રૂપિયાથી 50 હજાર વધુ કિંમતની બાંધણી ની સાડી અને ઘરચોડા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મોંઘીદાટ સાડી અને ઘરચોડામાં રિયલ સોના-ચાંદીના તાર હોય છે. હવે એક સરખી સાડી પહેરવાની ફેશનને કારણે લગ્ન પ્રસંગ ની સિઝનમાં જથ્થાબંધ બાંધણીનું વધારે વેચાણ થાય છેજેને સાચવવી પણ ખૂબ મુશ્કેલ હોય છે. વાતાવરણની અસર ન પડે તે માટે આવી મોંઘીદાટ બાંધણીને ઊંધી સંકેલવામાં આવે છે. ગડી ઊંધી કરી સંકેલવી પડે છે અને તેને પ્લાસ્ટિકમાં પેક રાખવામાં આવે છે.’