- હાથી ઘોડા અને પાલખીની ભવ્ય સવારીઓ સાથે અદભુત અલૌકિક વરઘોડો યોજાયો
- બગીમાં સવાર વલ્લભકુલના ગોસ્વામીના દર્શનનો પણ વૈષ્ણવોએ લાભ લીધો
જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક મહાપ્રભુજી એવમ વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકિવ હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ની ભવ્યતા બાદ ગઈકાલે અખંડ ભારતના વિવિધ સ્થાનો પરથી પધારેલા આચાર્યોની હાજરીમાં વલ્લભ કુળનો ભવ્ય શુભ વિવાહ યોજાયો.
હાથી ઘોડા અને પાલખીની ભવ્ય સવારીઓ સાથે અદભુત અલૌકિક વરઘોડો યોજાયો હતો
જેમાં તમામ વલ્લભકુલ જોડાયા હતાં. અને બગીમાં સવાર વલ્લભકુલ ના ગોસ્વામીના દર્શનનો પણ વૈષ્ણવો એ લાભ લીધો હતો. આ વરઘોડા અસંખ્ય વૈષ્ણવો પણ જોડાયા હતા. અને ખૂબ આનંદ માણ્યો હતો. વરઘોડા પૂર્ણ થયા પછી શુભ વિવાહ ની વિધિ શરૂ કરવામાં આવી હતી. શુભ વિવાહના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહી વલ્લભકુલના ગોસ્વામી દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતાં.
શ્રીનાથદ્વારા થી શ્રીનાથજી મંદિરના તિલકાયત વિશાલબાવા, કાશી થી શ્યામ મનોહરજી, બરોડા થી દ્વારકેશબાવા, ઇન્દોરથી કલ્યાણરાયજી, સહિત વલ્લભકુલ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતાં પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, સહખજનચી દિનેશભાઈ મારફતિયા, તેમજ 33 કરતાં પણ વધારે સમિતિના હોદેદારો, તેમજ કાર્યકરોએ ઉત્સાહ પૂર્વક આ શુભ વિવાહ પ્રસ્તાવમાં સેવા આપી હતી.