- 2019થી શરૂ થયેલી મહિલા સ્ટાર્ટ અપ સફરમાં નિરંતર વૃધ્ધિ
ગુજરાત અને ગુજરાતી ની સાહસ વૃત્તિ જગ પ્રસિદ્ધ છે, ત્યારે ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો પણ હવે કાઠું કાઢી રહ્યા છે રાજ્યમાં સ્ટાર્ટઅપમાં મહિલાઓનો દબદબો હોય તેમ એક જ વર્ષમાં 1432 નવા ઉદ્યોગોની સ્થાપના સાથે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મહિલા ના સ્ટાર્ટઅપમાં52 ટકાનો વધારો નોંધાયો છે,
2019 માં શરૂ થયેલા સ્ટાર્ટ અપ અભિયાનમાં મહિલાઓ આધારિત સ્ટાર્ટ અપની સંખ્યામાં 2019 માં 313,2020 માં 364, 2021 માં 699 2022 માં 942 અને2023 માં 52ટકા વૃદ્ધિ સાથે રાજ્યમાં 1432 નવા ઉદ્યોગો મહિલાઓએ આપ્યા હતા
ગ્રીન મેન્યુવર ઇન્ડસ્ટ્રીઝ ના સ્થાપક અર્ચના થ્રોશર એ પ્રાકૃતિક પ્લાસ્ટિક તરીકે કોર્નફ્લોર અને સ્ટાર્ચ થી બનેલા બાયોડીગરેબલ પેકેજીંગ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, મેઘા દાસ એ ઈ કોમર્સ કંપની શરૂ કરવાનું સાહસ કરીને સફળતા મેળવી હતી આવી અનેક મહિલા સાહસિકોએ સરકારના સ્ટાર્ટઅપ અભિયાન સંગાથે મહિલા સાહસિકતાનું પરિચય આપ્યો છે
એક અનુભવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ નિષ્ણાત સુનિલ પારેખે જણાવ્યું હતું કે, “છેલ્લાં બે વર્ષોમાં, ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે બદલતી જતી માનસિકતાના કારણે દીકરીઓને ભણવામાં અને વ્યવસ્થા માટે પરિવાર સહકાર આપતું થયું છે
મહિલાઓ ટેક્સટાઈલ, ઈ-કોમર્સ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં મહિલાઓએ કાઠું કાઢ્યું છે સાથે સાથે ટેકનોલોજી અને લોજિસ્ટિક ક્ષેત્રે પણ મહિલાઓ પ્રગતિ કરી રહી છે આઈ હબમાં 536 માંથી 174 મહિલાઓ દ્વારા સંચાલન થશે જે3232% થવા જાય છે.