- આ ખાતર 5 કિલોની બેગ દીઠ રૂ. 950ના ભાવે વેચાશે : યુરિયા અને ડીએપીના વપરાશમાં ઘટાડો થવાની સંભાવના
ભારતીય ખાતર કંપની ઇફકોએ નેનો ગઙઊં વિકસાવી છે. નવી દાણાદાર પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરવા સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. ખાતર બનાવતી અગ્રણી કંપની ઇફકો, જેણે નેનો લિક્વિડ યુરિયા અને નેનો લિક્વિડ ડીએપી બનાવ્યું છે, તેણે હવે નેનો ગઙઊં ખાતર વિકસાવ્યું છે અને તેને બજારમાં લોન્ચ કરવા માટે સરકારની મંજૂરી માંગી છે.
ઇફકોના એમડી અવસ્થીએ જણાવ્યું હતું કે સરકારની જરૂરી મંજૂરી બાદ સહકારી નેનો ગઙઊં પ્રોડક્ટ લોન્ચ કરાશે.તેમણે કહ્યું કે કંપની આ પ્રોડક્ટનું ઉત્પાદન તેના કંડલા યુનિટમાં કરશે.તેમજ ઇફકો આ પ્રોડક્ટની 5 કિલોની બેગ દીઠ રૂ. 950ના ભાવે વેચશે, અવસ્થીએ ઉમેર્યું હતું કે આનાથી યુરિયા અને ડીએપીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે.
સપ્ટેમ્બરમાં, તેમણે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાએ તેની બે નવી નવીન ઉત્પાદનો નેનો લિક્વિડ યુરિયા અને નેનો લિક્વિડ ડીએપી પર 2017 થી લગભગ રૂ. 2,000 કરોડનું રોકાણ કર્યું છે. તેમને આશા છે કે આગામી 2-3 વર્ષમાં ખેડૂતો આ મુખ્ય પોષક તત્વોને મોટા પ્રમાણમાં અપનાવશે.
ઇફકોએ જૂન 2021 માં વિશ્વનું પ્રથમ ’નેનો લિક્વિડ યુરિયા’ ખાતર લોન્ચ કર્યું હતું. ત્યારબાદ, તે એપ્રિલ 2023 માં નેનો-ડીએપી ખાતર બજારમાં આવ્યું હતું. નેનો યુરિયા 500 મિલીની બોટલ દીઠ આશરે 240 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે નેનો લિક્વિડ ડીએપી 600 રૂપિયા પ્રતિ બોટલ ઉપલબ્ધ છે.
અવસ્થીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થા નેનો- યુરિયા અને નેનો-ડીએપીના પ્રચારમાં વાર્ષિક રૂ. 200 કરોડનું રોકાણ પણ કરી રહી છે અને પરંપરાગત યુરિયા અને ડીએપી સાથે આ ઉત્પાદનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ખેડૂતોમાં જાગૃતિ વધારી છે. નેનો લિક્વિડ ડીએપીની એક બોટલ પરંપરાગત દાણાદાર ડીએપીની એક થેલી જેટલી છે. એ જ રીતે, નેનો યુરિયાની એક બોટલ પરંપરાગત દાણાદાર યુરિયાની એક થેલી જેટલી છે. ઇફકો હાલમાં નેનો લિક્વિડ યુરિયાની 16 કરોડ બોટલ અને નેનો લિક્વિડ ડીએપીની 7 કરોડ બોટલની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.