Jamnagar News : કાલાવડ નગરપાલિકામાં એમ.એસ. જાની, પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતથી નગરપાલિકાના વિવિધ વિકાસ કામોને વેગ મળશે તેવી આશા છે. પ્રાદેશિક કમિશનરે નગરપાલિકાની વિવિધ સાઇટોની મુલાકાત લઈને સીધી રીતે કામકાજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વર્મી કમ્પોસ્ટ સાઇટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અર્બન ફોરેસ્ટની મુલાકાત લઈને જરૂરી સૂચનો આપ્યા હતા.
નગરપાલિકાના કર્મચારીઓ સાથેની બેઠકમાં પ્રાદેશિક કમિશનરે નગરપાલિકાના વિવિધ વિભાગોના કામકાજની સમીક્ષા કરી હતી. તેમણે કર્મચારીઓને લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરાયા હતા. તેમણે નગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.