- રાયપુર ગામે શાળામાં તાળાબંધી કરીને ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો
- શિક્ષકો અને સ્ટાફ વચ્ચે આંતરિક મતભેદ હોવાના આક્ષેપો
- મધ્યાહન ભોજનમાં મેનુ મુજબ જમવાનું ન અપાતું હોવાના આક્ષેપો
સાબરકાંઠા જીલ્લાના રાયપુર ગામે એક શાળામાં તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અગાઉ અનેક રજુઆતો કરવામાં આવી છતા પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. જે મામલે શાળાના શિક્ષકો અને સ્ટાફ વચ્ચે આંતરિક મતભેદ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માંથી અસર થતી હોવાના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ મધ્યાહન ભોજનમાં મેનુ મુજબ જમવાનું ન અપાતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાયપુર ગામે શાળા તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અગાઉ અનેક રજુઆતો કરવામાં આવી છતા પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે સતત બીજા દિવસે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. સમગ્ર ગામ અને શાળાનો સ્ટાફ માત્ર મુખ્ય શિક્ષિકા પર જ આક્ષેપો સાથે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. આમ તો આ શાળામાં એક આચાર્ય સહિત 6 શિક્ષક નો સ્ટાફ છે અને 96 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આચાર્યનો આક્ષેપ છે કે શાળાના બે શિક્ષકો જેમ તેમ બોલી હુમલો કરવા આવે છે, તો બે શિક્ષકો એમ કહી રહ્યા છે કે બેન પહેલેથી જ આવા છે આ અગાઉ પણ અન્ય શાળામાં હતા. ત્યા પણ આજ પ્રકારનુ વર્તન કરી ખોટા આક્ષેપ મુક્યા હતા.
આ શાળાના શિક્ષકો વચ્ચેના મહાભારત વચ્ચે બાળકોનુ ભવિષ્ય અંધકાર ભર્યુ થઈ ગયુ છે. તેમજ બાળકોને નઈ તો પુરતું શિક્ષણ મળે છે તો નઈ તો મધ્યાહન ભોજનનુ અનાજ એમાં પણ એવો આક્ષેપ છે કે આચાર્ય બેન મુજબ કોઈ જ વસ્તુ બાળકોને આપતા જ નથી. તેમજ વાસણ પણ બરાબર સાફ થતા નથી અને ભુતકાળમાં અનેક વાર જમવામાંથી ઈયળ સહિત ગંદકી પણ જોવા મળી છે તેવા આક્ષેપ શાળાના શિક્ષક અને ગ્રામલોકો સહિત બાળકોના સામે આવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાસણ માં ગંદકી અને અનાજ ખુલ્લુ મુકાયું છે.
હવે આ સમગ્ર મામલે ગામલોકો અને શિક્ષકોના મહાભારત વચ્ચે જિલ્લાના કોઈ અધિકારીઓ આવીને નિરાકરણ કરે તો સારુ નહિ તો જ્યા સુધી શાળાના શિક્ષકોની બદલી ન થાય ત્યા સુધી શાળામાં તાળાબંધી યથાર્થ રાખવાનો નિર્ણય ગ્રામ લોકો કરી ચુક્યા છે હવે તો જોવુ જ રહ્યુ કે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કેવા પગલા લે છે.
અહેવાલ : સંજય દીક્ષિત