- ધ્રોલમાં 1.56 કરોડની છેતરપીંડીના કેસનો આરોપી કાનપુરથી પકડાયો
- આરોપી 9 માસથી હતો ફરાર
- અદાલતે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું
Jamnagar: ધ્રોલ પોલીસ સ્ટેશનના રૂપીયા 1.56 કરોડના ચીંટીંગના ગુન્હામાં 9 માસથી નાસતો-ફરતો આરોપી કાનપુરથી પકડાયો હતો. લતીપુરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના તત્કાલીન ઇન્ચાર્જ બેન્ક મેનેજર સામે અદાલતે ધરપકડનું વોરંટ પણ જારી કર્યું છે. જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના 9 મહિના પહેલાના છેતરપીંડીના પ્રકરણ ફરાર આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપાયો છે. આરોપીને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનના રૂપીયા 1.56 કરોડના ચીંટીંગના ગુન્હામાં 9 માસથી નાસતો-ફરતો આરોપી કાનપુરથી પકડાયો હતો. લતીપુરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના તત્કાલીન ઇન્ચાર્જ બેન્ક મેનેજર સામે અદાલતે પકડ વોરંટ પણ કાઢ્યું. તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના 9 મહિના પહેલાના ચીટીંગના પ્રકરણ નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપાયો છે. તેની સામે કલમ 70 મુજબનું વોરંટ પણ કાઢ્યું હતું.
ધ્રોલ પોલીસ સ્ટેશનના IPC કલમ 406,409 મુજબના ગુન્હાના આરોપી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા લતિપુર શાખાના તત્કાલીન બેંક મેનેજર નયનકુમારસિંગ રાધાવીનોદસિંગ કે જેણે પોતાને મળેલી સતાનો દુર ઉપયોગ કરી બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોના એકાઉન્ટમાં એકાઉન્ટ ધારકોની માંગણી કે મંજુરી વગર એકાઉન્ટમાં લોન લીમીટનો દૂરઉપયોગ કર્યો હતો. અને કોઇ પણ જાતના વાઉચર કે ચેક લીધા વગર ઓન લાઈન સીસ્ટમમાં રૂપીયાના ખોટા ટ્રાન્જેકશન બતાવી કુલ રૂ.1,56,57,993 મેળવી પોતાના અંગત ફાયદા સારૂ ઉચાપત કરી બેન્કને આર્થીક નુકશાન પહોંચાડી ગુન્હો કર્યો હતો. ત્યારબાદ આરોપી છેલ્લા 9 માસથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો હોય, જે બાબતે ધ્રોલની અદાલતમાંથી તેનું CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઈસ્યુ કર્યું હતું.
તેમજ તે દરમ્યાન ધોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. કે.ડી.કામરીયા વગેરેને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીસીસ દ્વારા માહીતી મળેલી કે ઉપરોક્ત આરોપી હાલ UP રાજ્યના કાનપુર ખાતે હોય તેવી ચોકકસ માહીતીના આધારે એક ટીમ બનાવીને કાનપુર ખાતે રવાના કરી હતી, અને આરોપીને UP રાજ્યના કાનપુરમાંથી ઝડપી લઈ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : સાગર સંઘાણી