પ્રસિદ્ધ ગુજરાતી ગાયક પ્રફુલ દવેની દિકરીનું નામ ઈશાની દવે છે. ઈશાની દવે કારકિર્દીની શરૂઆત ત્રણ વર્ષની નાની ઉંમરે કરી હતી. તેના પિતા પ્રફુલ દવે દ્વારા તેને પ્રેરણા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. આજે તેમની દિકરી ઈશાની દવેએ પોતાનું નામ રોશન કર્યું છે. તેણીએ પોતાના કેપ્શનમાં લખ્યું છે કે, “હરખ ભાઈ .. હરખ”
તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ઇન્ડોવેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ વ્હાઇટ કલરનું ઇન્ડોવેસ્ટર્ન પહેર્યું છે અને ઉપર સ્લગ પહેરી છે. તેમજ તેણી આ ઇન્ડોવેસ્ટર્ન લુકમાં ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ કાનમાં ઇયરિંગ્સ પહેર્યા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.