- ધ્રાંગધ્રામાં અધિકારી-પદાધિકારીઓને આધાર અપડેટ કરવાનો કેમ્પ કરવો જોઇએ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આધારકાર્ડ કઢાવવા માટે તેમજ આધારકાર્ડમાં અપડેટ કરવા માટે 3 જગ્યાઓ મહત્વ ની બની ધાંગધ્રા સેવાસદન. ધાંગધ્રા પોસ્ટ ઓફિસ ધાંગધ્રા ગ્રામીણ બેંક આ ત્રણ જગ્યાઓ સિવાય ક્યાં આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ માટે કોઈ ઓપ્શન જ નહિ જ્યારે ન્યુ આધાર કાર્ડ માટે તો સુરેન્દ્રનગર પણ જવું જરૂરી બન્યું છે ત્યારે રાત્રિ સમયે કે વેલી સવારે જો મુલાકાત લેવામાં આવે તો ખ્યાલ આવે કે નાના બાળકો મહિલાઓ વૃદ્ધો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યાં છે જો કે આ વાત થી સમગ્ર શહેર પરિચિત છે પરંતુ કેમ સરકારી અધિકારીઓ કે સામજિક કાર્યકરો કે વેપારી સંગઠનો રાજકીય પક્ષો મદદ રૂપ થવા કે લોકો ની પરેશાની ઓછી કરવા માટે ના પ્રયત્નો હાથ ધરાતાં નથી સામાજિક સંસ્થાઓને કાર્યકરો તેમજ વિવિધ સમાજના આગેવાનો હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય તેમજ ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કેમ સરકાર શ્રી માં રજૂઆત કરતાં નથી…? કે આધાર કાર્ડ કઢાવવા માટે વધુ જગ્યાઓ હાલ ના સમય માં મજૂર કરાવી માટે પ્રયત્નસીલ નથી સમગ્ર સેવાના નામે બ્યુગલો ફૂકતા દેખાય તો આવે છે પરંતુ હાલ ના સમય માં આધાર કાર્ડ કઢાવવા અને અપડેટ કરવા માટે લોકો ને કેટલી હાલાકી ભોગવી પડે છે એ કેમ નજર અંદાજ કરે છે …..? નાનાં બાળકો મહિલાઓ અને વૃદ્ધો રાત્રિ દરમિયાન તેમજ વેલી સવાર થી લાઈનો લગાવી ને ઊભા રહે છે હાલ શિયાળો ચાલી રહ્યો છે
ત્યારે છે ઠંડી એ પણ જોર પકડ્યું છે ત્યારે નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધો રાત્રિ દરમિયાન અને વેલી સવારથી જ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. હાલના સમયમાં લોકોને પડતી હલાતીને ધ્યાનમાં રાખીને સામાજિક સંસ્થાઓ વેપારીઓ વેપારી સંગઠનો સામાજિક કાર્યકરો સરકારી અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોએ માનવંતા મહેકાવીને સેવા યજ્ઞનો લાભ લેવો જરૂરી બને છે અને સરકાર પાસે થી વધુ સ્થળો ઉપર આધાર કાર્ડ કઢાવવાની વ્યવસ્થા કરવી જોઇએ.
‘અબતક’ ન્યુઝના પ્રતિનિધિ દ્વારા સરકારના અધિકારીઓને વિનંતી કરાય છે કે હાલ આધાર કાર્ડ કઢાવવા માટેના જે સ્થળો ફાળવેલા છે. તેમાં વધુ સ્થળ ઉપર આધાર કાર્ડ કાઢવા માટે વધુ સ્થળોની મંજૂરી આપવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો લોકો હેરાન પરેશાન ના થાય અને આધારકાર્ડ કાઢીને લોકો યોગ્ય સમયે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે.