- પાંચ શાળાઓની માન્યતા રદ કરવા કાર્યવાહી: અન્ય શાળાના પ્રમાણપત્રો આપવાની તપાસ શરૂ
- અમરેલી જીલ્લામાં મંજુરી વિના ચાલતી શાળાઓના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. આવી શાળાઓ પર આકરી કાર્યવાહી માટે શિક્ષણ વિભાગ હરકતમાં આવતા બોગસ શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી લાઠી રોડ ઉપર ગેર કાયદેસર ચાલતી શાળા ઉપર બાબરા ના જગદીશ ભાઈએ પુરાવા સાથે આક્ષેપો કર્યા હતા કે તેમના પુત્ર ને ધોરણ આઠ નું શાળા છોડ્યાનું પ્રમાણ પાત્ર સુ મધુર પ્રાયમરી સ્કૂલ અને એક વિદ્યાર્થીને જેસીંગપરા રંગપુર રોડ ઉપર આવેલી તુન્ની વિદ્યા મંદિરનું આપવામાં આવ્યું હતું જેને લઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુ મધુર નામની શાળા પોતાના એડ્રેસ ઉપરથી દસેક વર્ષ પહેલા ગાયબ થઈ ગઈ છે તેમજ લાઠી રોડ ઉપર આવેલી એકલવ્ય કોમર્સ ના નામે ચાલતી બોગસ સ્કૂલ પણ જીવન તીર્થ વિદ્યાલયના સર્ટીફિકેટ વેચાતી લઈને વિદ્યાર્થીઓને પધરાવતા હતા સમગ્ર મામલે અમરેલી શિક્ષણ વિભાગની તપાસ તેજ કરાઇ અને નિત્યમ વિદ્યા સંકુલના બિલ્ડિંગમાં ચાલતી ક્રિષ્ના અને સુ મધુર શાળાની માન્યતા રદ કરવા કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે માન્યતા ધરાવતી જીવાંતિર્થ શાળા પોતાના પ્રમાણપત્રો વેચાતી હોવાના કારણે તેની પણ માન્યતા રદ થઈ શકે છે સાથે સાથે બાબરા ની પણ એક સ્કૂલ મળી કુલ પાંચ શાળાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અમારા તરફથી ગેરકાયદે ચાલતી તમામ ખાનગી શાળાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જિલ્લાની તમામ માન્યતા પ્રાપ્ત શાળાઓ ની તપાસ કરવામાં આવશે. પરંતુ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલના પ્રમાણપત્રો આપનાર સંચાલક ઉપર કાર્યવાહી ક્યારે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.