- રાજેશમુનીજી મહારાજ સાહેબની નિશ્રામાં
- વરઘોડો તેમજ દીક્ષા સમારોહમાં દેશ વિદેશ થી જૈન જૈનતરો જોડાય
જૈનના 24માં તીર્થંકર શાસન પતિ ભગવાન મહાવીર સ્વામીની અનંત કૃપા કરી જગતના સર્વોજીવોને સુખી થવાના ઉત્તમ માર્ગ બતાવેલ છે સંસારનો સર્વથા ત્યાગ કરી બધા જ પાપોને મનથી વચનથી કાયાર્થી કરવાનું અને કરાવવાનો કોઇ પાપ કરતું હોય તો તેને સારું માનવાનો જીવનભર ત્યાગ કરી વિશિષ્ટ વ્રત નિયમો ધારણ કરી ભગવાનને યાદના મુજબ જ હવે આખું જીવન સૈયમી રોતે જીવવાનું હોય છે તેમને જૈન ભગવતી દીક્ષા સંયમ ગ્રહણ કહે છે
જામનગરમાં શ્રેષ્ઠ નીતિનભાઈ કિરીટભાઈ તુરખીયા તથા શ્રી દેવલબેન ના પુત્રરત્ન હેત કુમાર તુરખીયા ઉંમર વર્ષ 13 ગોંડલ સંપ્રદાયના ચારિત્ર્યનિષ્ઠ રાજેશમુનિજી મહારાજ સાહેબના શુભ સાનિધ્યમાં આજે દીક્ષા ગ્રહણ કરશે. આ નિર્દોષ સયમજીવન નું પાલન તો તેમને શરીર અને સુખ – શીલિયાપણું પણ પડેલું હોય સંસારમાં સુખ નથી એ સમજાઈ ગયું હોય એ મહાન ઉદ્યોયમી આત્મા જૈન દીક્ષા ને ગ્રહણ કરી શકે છે
મહાભીનીનિષ્કણ આજે ગુરુવારે સવારે 9 30 કલાકે સંઘ માતા હેમલતા શાહના નિવાસ્થાને ’ખુશ્બુવાડી’ થી દીક્ષા ભૂમિ પ્રયાણ કરશે અને આત્મીય નિવેદન દીક્ષા મહોત્સવ શ્વેત સાદા વસ્ત્રોમાં પધારી પ્રસંગની શોભા વધારશે આજે સવારે દીક્ષા સમારોહ નો પ્રારંભ થયો છે તે પહેલા મુમુક્ષ હેતની વરઘોડો માં જૈન તથા જૈનતરો જોડાયા હતા. દીક્ષા મહોત્સવમાં દેશ વિદેશથી હજારો અપાવી કો પધાર્યા છે તેમ જ માઇક લાઉડસ્પીકર નો હોવાથી સંપૂર્ણ દીક્ષા અનુમોદના કરવા શ્રી સંઘે મા બધા રહેશે
આત્માનો ખોરાક જ્ઞાન: દીક્ષાર્થી હેત તુરખીયા
અબ તક સાથેની વાતચીતમાં દીક્ષાર્થી હેત તુરખીયાએ જણાવ્યું હતું કે તમને બધાને ઉત્સુકતા હશે કે હું શા માટે દીક્ષા ગ્રહણ કરો છો જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગી હોય ત્યારે તેમને ભરપેટ ભોજન આપી દે મારો આત્મા જ્ઞાનરૂપી પીડાઈ રહ્યો હતો ભગવાન કહે છે
આત્માનો ખોરાક જ્ઞાન કે જીવે છે તે જીવ છે ગુરુદેવ એ મને સમજાવ્યું કે આત્માનું ખોરાક જ્ઞાન છે તેમાંથી આત્મા સ્વસ્થ રહે છે મને ભૂખી વ્યક્તિ જેવું અનુભવ થયો તે માટે મેં ગુરુજીને નીશ્રામાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રયત્ન કર્યો જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો તે આત્મા સ્વસ્થ થતો ગયો તો મને સમજાયું કે થોડું જ્ઞાન પ્રાપ્ત કરી આટલું સ્વસ્થ થયો તો હું વધુ જ્ઞાન પ્રાપ્ત કરી અને કેવો સરસ આત્મા બનાવી શકુ તે માટે મેં સંયમનો માર્ગ ચાલવાનું અને દીક્ષા લેવાનું પસંદ કરી
માત્ર પાંચ વર્ષની ઉંમરે જ હેતને ધર્મનું ઘણું બધું જ્ઞાન હતું: પિતા નીતિનભાઈ
અબ તક સાથેની વાતચીતમાં હેતના પિતા નીતિનભાઈ તુરખીયાએ જણાવ્યું હતું કે હેત જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારથી જ તે પટેલ કોલોનીમાં જૈન શાળામાં જતો હતો તેમને નાનપણથી જ તેમને જે ધર્મનું ઘણું બધું જ્ઞાન હતું. નાનપણથી જ તેમને સામાયિક , પ્રતિક્રમણ બધું જ આવડતું હતું જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે પૂજ્ય રાજેશમુનિજી મહારાજની રાજકોટમાં શિબિર હતી ત્યારે તેમણે પાસેથી ઘણું જ્ઞાન મેળવવી અને તેમને ત્યાં પણ તેમના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી હતી શિબિરમાં થી આવ્યા બાદ તેમણે ઘરે આવી મને કહ્યું કે પપ્પા મારે દીક્ષા ગ્રહણ કરવી છે મારે સંયમના માર્ગે ચાલવું છે ત્યારે મેં તેમને કહ્યું કે તારી ઉંમર નાની છે ત્યારે તે રડવા લાગ્યો કે ના મારે દીક્ષા લેવી છે પછી પરિવાર એ સાથે મળીને સંયમના માર્ગે ચાલવાની રજા આપી
હેત માત્ર દસ વર્ષે જ સંયમ નો માર્ગ લેવાનું નક્કી કરી લીધું હતું: માતા દેવલબેન
અબ તક સાથેની વાતચીતમાં માતૃશ્રી દેવલબેન ને જણાવ્યું હતું કે નાનપણથી હેતને ધર્મ પ્રત્યેક રાગ હતો તે મારી સાથે ચાર વર્ષની ઉંમરે જ ઉપાશ્રય આવતો અને હતો અને તે દસ વર્ષની ઉંમરે ગુરુદેવની શિબિરમાં ગયો ત્યાંથી તેમને સંયમ નો માર્ગ ગ્રહણ કરવાનું નક્કી કરી લીધું હતું મારે ત્રણ દીકરા છે તેમાં સૌથી મોટો હેત છે બીજો દીકરો મારો સાત વર્ષનો અને ત્રીજો 4:30 વર્ષ નો છે મારા ત્રણે દીકરાઓને મેં નાનપણથી જ ધર્મનું જ્ઞાન આપવાનું પ્રારંભ કર્યો હતો