હાલના સમયમાં વોઈસ કમાંડનું ચલન ખુબજ વધી રહ્યું છે અત્યારના આ સમયને ધ્યાનમાં લયને ગૂગલે હાલમાંજ પ્લેય સ્ટોર પર ઓડિયો બુક લોન્ચ કરી છે. આમાં માત્ર યુઝર્સે ઓકે ગૂગલ રીડ માય બુક જ ખાલી બોલવાનું રેહશે અને યુઝર્સ પોતાની મનપસંદ પુસ્તક આ ઓડિયો બુકની મદદથી વાચી અને સાંભળી શકશે. આ ઉપરાંત દુનિયાના 45 દેશોમાં નવ ભાષાઓમાં ગૂગલ બુક્સ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
અને આ ગૂગલ પ્લે બુક્સના પ્રોડક્ટ મેનેજમેન્ટના પ્રમુખ ગ્રેગ હાર્ટેલે જણાવ્યું હતું કે આ ઓડિયો બુક માત્ર મોબાઈલ માં જ નહી પરંતુ લેપટોપમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. અને આ ઓડિયો બુક યુઝર્સ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.