ટકાના દશમાં ભાગનાં વ્યાજદરે ૨૦ વર્ષ પછી પરત ચૂકવશે!
સરકારે ટાટા સન્સને ‘નેનો’ પ્રોજેકટ માટે ‚પીયા ૫૫૮ કરોડ ૨૦ વર્ષ માટે ‘મફત’ વાપરવા આપ્યા છે!!! નોંધવા પાત્ર વાત એ છે કે ટકાના દશમાં ભાગના વ્યાજદરે સરકારે ‚પીયા ૫૫૮ કરોડ એટલે કે ‚પીયા ૫ અબજ અને ૫૮ કરોડ જેવી જંગી રકમ ટાટાને ૨૦ વર્ષ માટે ‘વાપરવા’ આપી દીધી છે. ટાટાને રાહત એ છે કે આ જંગી રકમ તેને ૨૦ વર્ષ માટે અપાઈ છે એટલે કંપનીએ આ રકમ ૨૦ વર્ષ પછી પરત ચૂકવવાની રહેશે કયાં સુધી માત્ર ૦.૧ ટકા વ્યાજ લાગશે.
સરકારે ટાટા મોટર્સને ૨૦ વર્ષ માટે ૦.૧% વ્યાજે અધધ ૫૫૮ કરોડ રૂપીયા વાપરવા આપ્યા તે માહિતી ગૃહના પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન રાજય સરકારના સંબંધકર્તા મંત્રીએ આપી હતી. કંપનીને આ રકમ ૨૦૦૯માં તેના સાણંદ (ગુજરાત) ખાતેના નેનો પ્રોજેકટ માટે આપવામા આવી છે.
રાજય સરકારે ગૃહમાં માહિતી આપતા વધુમાં જણાવ્યું હતુ જાન્યુઆરીથી ડીસેમ્બર ૨૦૧૫ દરમિયાન ટાટા મોટર્સે કુલ ૧૭૪૮૯ નેનો કારનું ઉત્પાદન કર્યુ હતુ જયારે જાન્યુઆરી ૨૦૧૬થી ડીસેમ્બર ૨૦૧૬ દરમિયાન ટાટા મોટર્સે કુલ ૨૨૨૧૪ નેનો કારનું ઉત્પાદન કર્યું હતુ.
ટાટા મોટર્સના મેનેજમેન્ટને ૨૦૦૯માં ૫૫૮ કરોડ રૂપીયા અપાયા છે. સાણંદમાં નેનો કાર ઉત્પાદનનો ટાટા મોટર્સનો જંગી પ્રોજેકટ છે.
ટાટા મોટર્સ મેનેજમેન્ટ રૂપીયા ૫૫૮.૫૮ કરોડ ૨૦ વર્ષ માટે નેનો પ્રોજેકટ પાછળ વાપરશે. આ રકમ પરત ચૂકવવાની મુદત બે દશકા એટલે કે ૨૦ વર્ષ છે.