- વિશ્વભરના લોહાણા સમાજની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદની નવમી કારોબારી સમિતિ તથા દ્વિતીય મધ્યસ્થ મહાસભા મુંબઈ ખાતે યોજાઇ
લોહાણા સમાજ ની માતૃ સંસ્થા લોહાણા મહા પરિષદના પ્રમુખ સતિષ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને વિલે પારલે જલારામ હોલ ખાતે કારોબારી સમાજ તેમજ મધ્યસ્થ મહાસભા નું મૉટા પાયૅ બે દિવસ સમસ્ત લોહાણા મહાજન મુંબઈના યજમાન પદે આયોજન થયેલ જેમાં ભારત પરના 15 જેટલા ઝોનના પ્રમુખ, વિવિધ કમિટીના અધ્યક્ષ, લોહાણા મહાજન, લોહાણા બોર્ડિંગ, છાત્રાલયના પ્રતિનિધિઓ ને ઉપસ્થિતિમાં વિશ્વભરના સાત જેટલા દેશોમાંથી પધારેલા ઝોનલ પ્રેસિડેન્ટ અને મહાજનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે કારોબારી સમિતિના વિવિધ એજન્ટા મુજબ નિર્ણયો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને થયેલા કાયોંના રિપોર્ટિંગ લેવામાં આવેલ તેમજ કાર્યવાહી કરવામાં આવેલ અને સમગ્ર આયોજન માં હલાઈ લોહાણા મહાજન, કચ્છી લોહાણા મહાજન, હાલાર લોહાણા મહાજન,નગરઠઠા લોહાણા મહાજન મુંબઈ ના યજમાન પદે બે દિવસીય સંપૂર્ણ આયોજન માં અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજ્યકક્ષાના મંત્રી કિરીટ સોમૈયા ખાસ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક પ્રવચન થકી સમાજને ઉચ્ચ મુકામ સુધી લઈ જવા આહવાન કરેલ હતું, જ્યારે એજ્યુકેશન ક્ષેત્રે અગ્રેસર રહેતા એડવોકેટ મહેન્દ્ર ઘેલાણી, પિયુષ ગંઠા, સુરેશ પોપટ, પ્રવીણ કોટક, જનકભાઈ ઠક્કર, હરીશ ઠક્કર, રવિન્દ્ર વાઘાણી જીતુ ઠક્કર, ધર્મેન્દ્ર હરિયાણી, જયંત ઘેલાણી, સુરેશ ચંદારાણા ઉમંગ ઠક્કર, નીતિનભાઈ રાયચુરા, યોગેશ ઉનકટ, ભરત માવાણી, ચિંતન ઠક્કર, પરાગ માખેચા તેમજ મહિલા પાંખના રશ્મિ વિઠલાણી સહિતના, ટ્રસ્ટીગણો ઉપસ્થિત રહી સામાજિક આર્થિક વ્યવસાયિક આરોગ્ય શિક્ષણિક તેમજ 2026 માં યોજાનાર દુબઈ ખાતે LIFB ના એક્ઝિબિશન તેમજ કારોબારી સંદર્ભે પોતાના સજેશન, પ્રસ્તાવ મૂકી સમાજને ઉચ્ચ મુકામ સુધી લઈ જવા અને છેવડાના સમાજના ઘર સુધી મહાપરિષદને પહોંચાડવા હાજર રહેલ ભારતભરના 15 ઝોનના પ્રેસિડન્ટને આહવાન કરવામાં આવેલ અને આગામી દિવસોમાં તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મહાપરિષદની કારોબારી સમિતિમાં નક્કી કરવામાં આવ્યું છે આ તકે કારોબારી તેમજ મધ્યસ્થ મહાસભા માં હલાઈ લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, સૌરાષ્ટ્ર ઝોન 3 ના કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, યતીનભાઇ કારીયા, ગૌરવ રૂપારેલીયા ગિરીશ ઠક્કર, ભરત સોમૈયા, અનિશ રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અતુલ કોટેચા