- અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના
- સ્ટીમ પ્રેસર પાઇપ ધડાકાભેર ફાટતા કામ કરી રહેલા શ્રમીકો ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેંટ્યા
ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી જેના પગલે નજીકમાં કામ કરતાં ચાર કામદારો ઘટનાસ્થળે મૃત્યુ પામી ગયા હતા. આ મામલે ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એવા સવાલો ઊઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે.
અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જયારે અનેક શ્રમિકો દાઝી જતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે.
ફાયર, સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ કાફલો ધટના સ્થળે
બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ લોકોનાં ટોળાં પણ કંપની બહાર એકઠાં થઈ ગયાં છે.