- કલિનિકલ એસ્ટાબ્લ્શિમેન્ટ એકટ અન્વયે રાજયની 5,534 આરોગ્ય સંસ્થાઓએ કરાવ્યું કાયમી રજીસ્ટ્રેશન
- ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સીસ્ટમ ઓફ મેડીસન ગુજરાતના પ્રમુખ ડો. સંજય જીવરાજજાનીએ ‘અબતક’સાથે વાતચીતમાં એસ્ટાબિલીસમેન્ટ એકટ રજીસ્ટ્રેશનની તમામ માહીતી આપી
ગુજરાત રાજ્યમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સંદર્ભેની રજીસ્ટ્રેશન અને તેની વિવિધ જોગવાઈની કાર્યવાહીમાં સક્રિયતા આવતા આરોગ્ય સંસ્થાઓ રજીસ્ટ્રેશન મમાટે કાર્યવાહી કરવા લાગી છે હાલ આપણા રાજ્યમાં 80 ટકા ઉપર રજીસ્ટ્રેશન બાકી છે ત્યારે મેડીકલ જગતને સુગમતા અને સરળ માહિતી મળે તે માટે અબતક દ્વારા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સીસ્ટમ ઓફ મેડીસન ગુજરાતના પ્રમુખ ડો. સંજય જીવરાજજાની સાથે વિશદ છણાવટ કરીને આ બાબતની તમામ એ ટુ ઝેડ માહિતી મળી રહે તેવા હેતુ સભર આ લેખ અત્રે સરળ શૈલીમાં પ્રસ્તુત છે.
કલિનીકલ એસ્ટાબ્લિશમન્ટ એકટ હેઠળ આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણે કરાવવું પડશે. અત્યારસુધીમાં તારીખ 28 નવેમ્બર 2024 ની સ્થિતિએ રાજ્યની 5,534 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 2,328 સરકારી, 3,015 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
જેમાં 4,018 એલોપેથી, 185 આયુષ હોસ્પ્ટિલ્સ, 437 હોમિયોપેથી , 77 ડેન્ટલ ક્લિનીક, 108 ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો સમાવેશ થાય છે. 50 થી ઓછી પથારી ધરાવતી 4,601 અને 50 થી વધુ પથારી ધરાવતી 322 હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તારીખ 22-5-2021ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ 13-9-2022ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવ્યો છે. ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, 2021 અંતર્ગત નિયમો અને નિયમન તારીખ 13-3-2024 ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, આ એક્ટ હેઠળ કોઈ માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે.
તદ્ઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન , સ્થાનિક સત્તામંડળ અને, કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઇ લાગુ પડે છે.
કોઈપણ હોસ્પીટલની નોંધણી કરવામાં આવે છે તો તેમાં રેડિયોલોજી લેબોરેટરી આવા વિભાગો એક જ સંકુલમાં ઉભા કરવામાં આવ્ય હોઈ તો આ માટે અલગઅલગ રજીસ્ટ્રેશન કરાવવું પડે કે એક માં જ આવી જશે ?
હોસ્પીટલમાં વીઝીટીંગ ડોક્ટર્સ આવશે પરમેનન્ટ ડોકટર આવશે તો એક જ હોસ્પીટલની અંદર બધા જ ડોકટરોનું માન્ય ગણાશે. કોઈ ટ્રસ્ટનું હશે તો બધાંનું ટ્રસ્ટ માં જ આવી જશે. જો કોઈ 50 કે 100 બેડની હોસ્પિટલ છે તો એક માં જ બધા ડોક્ટરનું એડ કરવાનું રેશે.
12 માર્ચ સુધીમાં જો રજીસ્ટ્રેશન ના કર્યું તો માટે કાયદાકીય પગલા લેવામાં આવશે?
આ એક્ટ હેઠળ ક્લિનિક/ક્ધસલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક ઉપરાંત 15 બેડ થી લઇ 100 થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ/ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.
ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ / કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. 10 હજાર થી 5 લાખ સુધીના દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. વધુમાં આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર, વ્યક્તિ/સંસ્થાને પ્રથમ ગુના માટે દસ હજાર રૂપિયા, બીજા ગુના માટે પચાસ હજાર રૂપિયા સુધી, પછીના કોઈપણ ગુના માટે એક (1) લાખ રૂપિયા સુધીનો દંડ હોઈ શકે છે. તદ્ઉપરાંત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ આદેશનું જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યો કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યક્તિ/સંસ્થા 5 લાખ રૂપિયા સુધી દંડને પાત્રની જોગવાઇ કરવામાં આવી છે.
12 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે તો એની શું પ્રક્રિયા છે?
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તારીખ 30 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ , આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલા હોસ્પિટ્લસના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે,’તારીખ 12 મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સે આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્યસંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે.
આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન થશે. તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ક્યાં પ્રકારનો છે?તેમાં શું શું જોગવાઈ છે?
ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ 2021માં અમલમાં આવ્યો છે.જેનું ડ્રાફ્ટ 2010 માં થયું છે.આ ડ્રાફ્ટ બનાવવા પાછળનો ઉદેશ્ય એ છે કે આરોગ્યની ગુણવત્તા સુધરે અને મેડીકલ ફેટરનીટી એ એક જ પ્લેટફોર્મ પર આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની, એલોપેથી, નેચરોપેથી, યોગ, લેબોરેટરી દરેક ફેટરનીટી એ એક જ પ્લેટફોર્મ નીચે આવે જેથી કરીને ક્યારેય કોઈપણ જાતની ઈમરજન્સી આવે અથવા તો કોઈ ડેટાની જરૂર છે તો તેને તરત જ વેરીફાઈ કરી શકાય સાથે જ કોઈ પણ બોગસ ડોક્ટરને આઇડેન્ટિફાઈ કરી શકાય અને લોકોને સારામાં સારું આરોગ્ય મળે એના માટેનો દરેક ડોક્ટર અને દરેક પેશન્ટ એકબીજાની સાથે પુરક બનીને રહે તેવો આ એક્ટનો પ્રયાસ છે. આ કાયદાને દરેક ડોક્ટર મિત્રોએ સન્માન આપવું જોઈએ અને રજીસ્ટ્રેશન તુરંત અને તાત્કાલિક રીતે કરવું જોઈએ.
રજીસ્ટ્રેશન માટે જરૂરી આધારો?
કલીનીક, પોલીક્લીનીક,હોસ્પિટલ્સ તેના બધાના અલગ અલગ આધારો છે. જનરલી આયુર્વેદ ફેટરનીટીની જો વાત કરવામાં આવે તો મેક્સીમમ કલીનીક છે.
કલીનીકમાં કમ્પલસરી 2 ડોક્યુમેન્ટ છે ફાયર એનઓસી
બાયોમેડીકલ વેસ્ટ (જે જેન્યુન છે કે જેને બાયોમેડીકલ વેસ્ટ થતો જ નથી તે લોકો 300 રૂ.નો સ્ટેમ્પ પર નોટોરાઈઝ્ડ કરીને તે અપલોડ કરી શકે છે)
- પોતાના ક્લીનીકની 1,2,3 ઈમેજ અપલોડ કરવાની રહેશે
- નાનાં કલીનીક ધરાવતા લોકોએ 1000 ફી આપવાની રહેશે.
- આ બધું કર્યાબાદ 1 વર્ષનું પ્રોવિઝનલ સર્ટીફીકેટ મળશે.
- પ્રક્રિયાની વાત કરીએ તો
- આ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે
તમેતેનીસતાવારવેબસાઈટhttp:www.dinicalestabishments.gov.in/cms/Home.aspx પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.જે સરળ અને સમજાય તેવી છે. સાથે જ તેમાં ડેમો પણ આપવામાં આવ્યો છે.સાથે જ રજીસ્ટ્રેશન દરમ્યાન કોઈ પણ એરર નહિ આવે.જીલ્લા વાઈઝ પણ કમિટી બનાવવામાં આવી છે. તેમાં ચેરપર્સન કમિશનર,CDMO,CDHO આ ત્રણની કમિટી જે તે કલીનીકનું વેરીફીકેશન કરશે.અને એક વર્ષનું પ્રોવિઝનલ સર્ટીફીકેટ મળશે.