ક્રોમેની સ્ટીલ પ્લાન્ટની શિલાન્યાસ વિધિ વિજય રૂપાણી હસ્તે સંપન્ન
વાયબ્રન્ટ સમિટ અંતર્ગત ઈન્ડો-ચાઈના પ્રોજેકટ હેઠળ થા.૧૫ હજાર કરોડના ખફર્ચે સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ થશે
વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ની ફળશ્રૃતિરૂપે કચ્છના મુન્દ્રા પાસે કુંદરોડી અને રતાળિયા ગામ પાસે આગામી પાંચ વર્ષમાં રૂ. ૧પ હજાર કરોડના રોકાણી સ્પાનારા વાર્ષિક ૩૦ લાખ ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સ્ટીલ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. ઇન્ડો-ચાઇના કંપનીના સંયુક્ત સાહસ સમી ક્રોમોની સ્ટીલ પ્લાન્ટના કારણે આ વિસ્તારના આઠી દસ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે મુંદ્રા વિસ્તારમાં આટલા મોટા રોકાણના કારણે કચ્છના વિકાસનું ભાગ્ય નવેસરી લખાશે. કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કોઇ માનતું નહોતું કે આ મરુભૂમિ ફરી ઉભી શકશે. પરંતુ, નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને આક મહેનતના કારણે કચ્છ વિકાસના પાટા ઉપર ફરી બેઠું યું અને પૂરપાટ ઝડપે દોડવા લાગ્યું છે. એક સમય એવો હતો કે કચ્છ માત્ર લિગ્નાઇટની ખાણો માટે જ ઓળખાતો હતો. આજે અનેક પ્રકારના ઉદ્યોગો કચ્છમાં કાર્યરત ઇ ગયા છે. ઔદ્યોગિક વિકાસમાં પણ કચ્છ અગ્રેસર બન્યું છે. ઔદ્યોગિક શાંતિ અને સલામતી રોકાણકારોને ગુજરાતમાં આકર્ષે છે.
કચ્છના વિકાસમાં ભૌતિક અને માળખાકીય સુવિધાના કારણે કચ્છનો વિકાસ યો હોવાની વાતનો ઉલ્લેખ કરતા મસમોટું રોકાણ કચ્છમાં આવવાનું એક કારણ પોર્ટનો વિકાસ પણ છે. પોર્ટ ડેવલપમેન્ટના કારણે દુનિયાભરની સો કચ્છી વેપાર થાય છે. આજ પોર્ટના કારણે આ સ્ટીલ પ્લાન્ટનો કાચો માલ ઇન્ડોનેશિયાથી આવશે. મુખ્યમંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો કે ભારતના સૌી મોટા સ્ટીલ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત તાં દેશની જરૂરિયાત માટે સ્ટીલ ઓછું આયાત કરવું પડશે.
સ્વાગત પ્રવચનમાં ઇસ્કોન ગૃપનાં ચેરમેન પ્રવિણભાઇ કોટકએ સ્ટીલ પ્લાન્ટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ પ્લાન્ટમાં પાંચ વરસમાં રૂ. ૧૫ હજાર કરોડી વધારે રોકાણ કરીને પ્લાન્ટને કાર્યાવિન્ત કરવામાં આવશે. જેના થકિ આ વિસ્તારમાં આઠ થી દસ હજાર લોકોને રોજગારી મળશે. જે ભારતનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બની રહેશે. સ્ટીલ પ્લાન્ટ ખાત મુહુર્ત સમારોહમાં રાજયમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, જિલ્લા પંચાયતનાં પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, મહાવીર અગ્રવાલ, મહેન્દ્રભાઇ શાહ, વિઠ્ઠલભાઇ વઘાસિયા, જનરલ મેનેજર વેંગ, પ્રિન્સીપાલ સેક્રેટરી એમ.કે.દાસ, કલેકટર રેમ્યા મોહન, અગ્રણી કેશુભાઇ પટેલ, સ્ટીલ પ્લાન્ટનાં ડાયરેકટરઓ, હોદેદારો, જિલ્લાનાં અગ્રણીઓ વગેરે ઉપસ્તિ રહયા હતાં.