- વિશ્વ વિકલાંગ દિવસે દિવ્યાંગોના આત્મવિશ્વાસ અને સંઘર્ષની કરાઇ ઉજવણી
- નંદલાલ સમગ્ર કચ્છમાં રહેતા દિવ્યાંગોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે
- ગુજરાતના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને નંદલાલ છાંગાએ હાર્દિક શુભેરછા પાઠવી
Kutch: અંજાર તાલુકામાં વિશ્વ વિકલાંગના દિવસે દિવ્યાંગોના આત્મવિશ્વાસ અને સંઘર્ષની ઉજવણી કરાઈ હતી. તેમાં રતનાલ ગામે રહેતા નંદલાલ છાંગા, જેઓ 95% દિવ્યાંગ છે, દિવ્યાંગતા હોવા છતાં તેમના તમામ કામ જાતે જ કરે છે. તેમજ નાનકડી ગાડીમાં ફરતા નંદલાલ માત્ર રતનાલ ગામ જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં રહેતા દિવ્યાંગોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેમજ તેમની ગાથા દિવ્યાંગ લોકો માટે એક આદર્શ છે કે દરેક પરિસ્થિતિમાં આગળ વધવું શક્ય છે. આ દિવસે, કચ્છ અને સમગ્ર ગુજરાતના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને નંદલાલ છાંગાએ હાર્દિક શુભકામના પાઠવી છે.
મળતી માહિતી મુજબ, કચ્છના અંજાર તાલુકામાં રતનાલ ગામે રહેતા નંદલાલ છાંગા, જેઓ 95% દિવ્યાંગ છે. દિવ્યાંગતા હોવા છતાં જીવન જીવવાની નવી દિશા અપનાવી છે. બેટરીવાળી ગાડી તેમની જીવનસાથી સમાન બની છે. તેમજ નંદલાલ છાંગા પોતે 95% દિવ્યાંગ હોવા છતાં તેમના તમામ કામ જાતે જ કરે છે. જેઓને સરકાર દ્વારા કચ્છ ઈલેકશન આઈકોન પણ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પણ આ દિવ્યાંગની નોંધ લીધી છે. ત્યારે તેમનો એક જ ધ્યેય છે કે, તેમના જેવા અનેક દિવ્યાંગોની સરકાર નોંધ લે અને સરકાર દ્વારા મળતા તમામ લાભો દિવ્યાંગો સુધી પહોંચે. આ ઉપરાંત નાનકડી ગાડીમાં ફરતા નંદલાલ માત્ર રતનાલ ગામ જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં રહેતા દિવ્યાંગોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે નંદલાલ જેવા વ્યક્તિઓ આપણને પ્રેરણા આપે છે કે શારીરિક અવરોધો જીવનમાં અવરોધ બનતા નથી જો સંઘર્ષ કરવાની તૈયારી હોય. ત્યારે તેમની ગાથા દિવ્યાંગ લોકો માટે એક આદર્શ છે કે દરેક પરિસ્થિતિમાં આગળ વધવું શક્ય છે. તેમજ આ વિશેષ દિવસે, કચ્છ અને સમગ્ર ગુજરાતના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને નંદલાલ છાંગાએ હાર્દિક શુભકામના પાઠવી છે.
અહેવાલ : ભારતી માખીજાણી