એજન્ટો કરે છે વધુ પૈસાની માંગ, લોકો લાઈનોમાં ઉભા રહી પરેશાન, અને અધિકારીઓનો અતો પતો જ નથી
ગુજરાત સરકારે તમામ વાહનોમાં હાઈ સિકયોરીટી નંબર પ્લેટ લગાવવાની જાહેરાત કરતા પરિવહન તંત્ર ઉંધા માથે મથામણ કરી રહ્યું છે. જોકે આ પૂર્વે નિર્ધારિત કરાયેલી સમય રેખા પણ વધારી દેવાઈ હતી. જેની આડે ગણતરીનાં માત્ર ૨૦ દિવસો જ વધ્યા છે. ત્યારે આરટીઓએ હાઈસિકયોરીટી નંબર પ્લેટ અંગેની ફી ઓનલાઈન લેવાનું બંધ કરી દીધું છે. તેથી લોકો મુશ્કેલીમાં પડયા છે. આરટીઓએ જણાવ્યું હતુ કે જયારે પણ કોઈ વ્યકિત નંબર પ્લેટ માટેની વેબસાઈટ પર અરજી કરે છે. ત્યારે તેને ઓનલાઈને પેમેન્ટ માટે એસએમએસ મોકલવામાં આવે છે. ત્યાર બાદ પેમેન્ટ થઈ જાય તો વેબસાઈટ તમારા ઓરિજનલ દસ્તાવેજો આરટીઓમાં જમાં કરવાનું જણાવે છે. રાજીવ પટેલ, એક વરિષ્ઠ જણાવે છે કે હું હાઈ સિકયોરીટી પ્લેટ ફિટીંગ માટે ઘણા ડિલરોને મળ્યો પરંતુ તેમણે જણાવ્યું કે નવી નંબર પ્લેટો ફીટ કરવાનું તેમણે બંધ કરી દીધું છે. ત્યારબાદ મે આરટીઓનો સંપર્ક કર્યો તેમાં ૯૦ મીનીટ સુધી લાઈનમાં ભા રહ્યા બાદ મારો મારો આવ્યો. હાઈ સિકયોરીટી નંબર પ્લેટ લગાડવાં લોકો તો તૈયાર છે. પરંતુ તેમને ડિલરોની બેદરકારી અને સુવિધાની અગવળતાથીમુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
વધુ એક વ્યકિત કરન શાહે જણાવ્યુ હતુ કે મને ૨ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ કહેવામાં આવ્યું કે પહેલા ઓનલાઈન એપ્ય કરો બાદમાં તમારી ફી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ મેં કંટાળીને એજન્ટ રાખવાનો નિર્ણય લીધો ત્યારે એજન્ટે પણ મને રૂ.૧૦૦૦ વધારે વસુલવાની ઓફર આપી એક તરફ છેલ્લી તારીખને લઈને લોકો હેરાન છે ત્યારે આરટીઓ અધિકારીઓ ઉપલબ્ધ જ ન હતા આ રીતે લોકો હેરાનગતિ વેઠી રહ્યા છે.