- સર્વર ડાઉન વચ્ચે વીજળી ગુલ થતા અરજદારોને ટોકન આપી બપોર પછી બોલાવાયા`
રાજકોટ શહેરની ઝોનલ કચેરીમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી અને રેશનકાર્ડમાં નવા નામ ઉમેરવા- કમી કરવા સહિતની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અને સમય બપોરે 11થી 2 વાગ્યાનો હોવા છતાં 12 વાગ્યે બારી બંધ કરી દેવાતા અરજદારોને મુશ્કેલી ભોગવી રહ્યાં છે. તેવામાં આજે જૂની કલેક્ટર કચેરીએ વિજળી ગૂલ થઈ જતા 150 લોકોને ટોકન આપ્યા હતા. તેઓને બપોર બાદ આવવાનું કહેવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. દરરોજ ઊ-સુભ મુદ્દે સર્વર ડાઉન સહિતની સમસ્યાને લઇને લોકો તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે અને હવે ઈ- કેવાયસી પૂરા કરવામાં એક મહિનો જ બાકી છે અને ત્યાં સુધીમાં જે રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી નહીં થયા હોય તેઓને રેશનિંગનો જથ્થો આપવાનો બંધ કરવામાં આવનાર હોવાથી જૂની કલેક્ટર કચેરીમાં આવેલી ઝોનલ કચેરીમાં ઈ-કેવાયસીની કામગીરી માટે છેલ્લા એક પખવાડિયાથી ભારે ધસારો થઇ રહ્યો છે. દરરોજ અનેક અરજદારો પરત ફરતા હોવાથી દરરોજ માથાકૂટના કિસ્સા બની રહ્યા છે.આજે રેશનકાર્ડ ઈ-કેવાયસી અને અન્ય કામગીરી માટે આવેલા અરજદારોએ હંગામો મચાવ્યો હતો. અરજદારોમાં એવો આક્ષેપ થયો હતો કે, રેશનકાર્ડમાં નામફેર કરવા માટે સવારે 11થી 2 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. છતાં પણ 12 વાગ્યે જ બારી બંધ કરી દેવામા આવે છે. સાથે જ આજે વિજળી ગૂલ થઈ જતાં જેઓને ટોકન અપાયા હતા તેઓને બપોર બાદ આવવાનું કહેવામાં આવતા અરજદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
અબતક સાથેની વાતચીતમાં અરજદાર મહેશભાઈ જણાવ્યું હતું કે, રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે આવેલા અરજદારો માટે થોડી સુવિધા કરવી જોઈએ. અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે સર્વર ડાઉન થઈ ગયું છે. સરકારે થોડી વ્યવસ્થા કરવી જોઈએ. છેલ્લા ચાર કલાકથી લાઈનમાં ઊભા છીએ. અધિકારીઓ ઊ ઊંઢઈ માટે અલગ અલગ લાઈનમાં ઉભા રહેવાનું કહે છે. 10:00 વાગે 25-50 ટોકન આપે ત્યાં અરજદારોનો ટ્રાફિક થઈ જાય છે. ફરી ટોકન આપે ત્યાં બે વાગી જાય છે અને વારો ન આવે તો બીજા દિવસે પાછું આવવાનું.લોકો પોતાના રોજગાર ધંધા ખોટી કરીને અહીં આવતા હોય છે અને એક દિવસમાં વારો ન આવે તો બીજા દિવસે રોજગાર ધંધા ખોટી કરીને પાછું આવવાનું. સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરી દેવામાં આવે તો ધંધા રોજગાર ખોટી ન થાય.