જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા વ્યસનમુક્તિ અર્થે જાગૃતિના કાર્યવાહી કરવામાં આવે છે. આ કોલેજના તંબાકુ નિષેધ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં એટલે કે 10 વર્ષમાં 6182 જેટલા વ્યસન કરતા લોકોનું કાઉન્સેલિંગ કરાયું છે જેમાં 3000 લોકોએ વ્યસન છોડ્યું હોવાનો દાવો કરાઇ છે.
જામનગરમાં આવેલ ડેન્ટલ કોલેજ સૌરાષ્ટ્રની સૌથી સુવિધાસભર હોસ્પિટલ છે. જેમાં દાંતને લાગતા રોગોની સારવાર કરવામાં આવે છે. જાગૃતિ અર્થે પણ કામ કરવામાં આવે છે. જેમાં લોકોને નિકોટીન ( જે સ્વસ્થ માટે નુકસાનકારક ન હોય તેવા) વાળા ચિંગમ આપી વ્યનનની લત છોડાવવા પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત દવા પણ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે દાંતના કોઈપણ રોગી હોય જે વ્યસન કરતા હોય તેઓને સૌપ્રથમ તમાકુ નિષદ કેન્દ્રની મુલાકાત લેવામાં આગ્રહ રાખવામાં આવે છે ત્યારબાદ જ સારવાર આપવામાં આવે છે. અંદાજે મુજબ હોસ્પિટલમાં દર મહિને 100 જેટલા તંબાકુના નવા રોગીઓ આવે છે.
દાંતના રોગની સારવાર તો કરવામાં આવે છે પરંતુ રોગ ન થાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તંબાકુથી સૌથી વધુ નુકસાન દાંતને થાય છે. ત્યારબાદ પેઢામાં ઇન્ફેક્શન થાય છે ઉપરાંત હાડકા પણ ઓગળવા લાગે છે અને મોઢામાંથી દુર્ગંધ આવવી તથા કેન્સર સહિતના રોગ થાય છે જે મામલે લોકોને સમજાવવામાં અવે છે.
ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલ જામનગરના વડા ડો. નયનાબેન પટેલ તથા વિભાગ પીએચડી વિભાગના વડા ડો. રોહિત અગ્રવાલના માર્ગદર્શન અંતર્ગત મોંઢા તથા દાંતને લગતી તકલીફો વિશેની માહિતી તથા નિવારણ અને સારવાર માટે જામનગરની ડેન્ટલ કોલેજ ના PHD વિભાગની મુલાકાત અવશ્ય લેવા જણાવાયું છે. ડેન્ટલ કોલેજના આ જાગૃતિ કાર્યક્રમને લઈ છેક દિલ્લી સુધી પણ આ કામની નોંધ લેવામાં આવી છે અને સતત બે વર્ષથી કોલેજને એવોર્ડ પણ આપવામાં આવે છે. ખાસ વર્ષ દરમિયાન 100 થી 150 જાગૃતિના કાર્યક્રમો નાટક, કટ પુટલીના ખેલ સહિતના કાર્યકમો પણ યોજવામાં આવે છે.
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરની એક પ્રતિષ્ઠિત સરકારી કોલેજ છે. આ કોલેજની સ્થાપના વર્ષ 1991માં કરવામાં આવી હતી. આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સાથે સંલગ્ન છે અને ભારત સરકારની ડેન્ટલ કાઉન્સિલ દ્વારા માન્ય છે. હવે આ કોલેજ જામનગરની શ્રેષ્ઠ ડેન્ટલ કોલેજોમાંની એકનો પર્યાય બની ગઈ છે. જેમાં મેડિકલ અને કોમ્પ્યુટર લેબ્સ, પુસ્તકાલય, રમત-ગમત, ઓડિટોરિયમ, કાફેટેરિયા, હોસ્ટેલ, લેબોરેટરી, હોસ્પિટલની ઓપીડી, સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિન, બ્લડ બેંક સહિતની સુવિધા છે. આ કોલેજ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને સારી પ્રશિક્ષિત અને ઉચ્ચ શિક્ષિત ફેકલ્ટી સભ્યો ભવિષ્યના ડોક્ટર તૈયાર થાય છે.
અહેવાલ : સાગર સંઘાણી