અંજાર તાલુકાના ભીમાસરથી પશુડાના રોડનું રિસરફેસિગ 197.36 લાખના ખર્ચે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાના વરદહસ્તે પશુડા ગામે ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમ છાંગાએ જણાવ્યું કે,અંજાર વિધાનસભા વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓથી અંજારને વઘુ મજબૂત બનાવવાનું છે દરેક ગામ સુધી પાકા રસ્તાઓ અને આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામોની આપણી સંકલ્પના છે પશુડા ગામે આવતા દિવસોમાં વઘુ વિકાસના કાર્યો કરવામાં આવશે નર્મદા કેનાલના કામો, પશુડા ટપ્પર રોડ થી ગામ વઘુ સુવિધાઓથી સંપન્ન થાય એવા પ્રયાસો હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી ગુજરાત સરકારની માનવ વિકાસ લક્ષી યોજનાઓને સમાજના અંતિમ પંક્તિમા બેઠેલ વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરવા ગામના યુવાનો આહવાન કર્યું હતું. આ પ્રસંગે કચ્છ જીલ્લા પંચાયત બાંઘકામ સમિતિ ચેરમેન મશરૂભાઈ રબારી એ તોલમાપ કચેરી, અંજારમાં કોલેજ મંજુરી સહિતના વિકાસ કાર્યો પર પ્રકાશ પાળ્યો હતો તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ મ્યાત્રાએ અંજાર તાલુકાના નાના ગામોમાં ધારાસભ્યના પ્રયાસોથી થઈ રહેલ વિકાસના કામો અને પંચાયતની સેવાઓની વાત કરી હતી.
આ વિકાસ કાર્યના શુભારંભ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ભુરા છાંગા, જીલ્લા પંચાયત સભ્ય મ્યાજર આહિર, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજી શેઠ, તાલુકા પંચાયત કારોબારી સમિતી ચેરમેન રમેશ આહિર, પશુડા ગામના સરપંચ ભરત ઉંદરીયા, પટેલ સમાજના આગેવાન પ્રાગજી પટેલ, દુઘઈ તાલુકા પંચાયત સભ્ય આંબા રબારી, દુધઈ સરપંચ રાઘુ કોઠીવાર, બાબુ હેઠવાડીયા, હરેશ હુંબલ, જખા હુંબલ, રામા આહિર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા બીજલ ઉદરીયા, માદેવા ઉદરીયા, ઘના ઉદરીયા, બુથ સમિતિ પ્રમુખ મેહુલ આહિર, હરી રુપા, ભુરા સવા, અરજણ જખરા, વગેરે ગામના યુવાનો એ જહેમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમ નું સંચાલન મનજી આહિર, સ્વાગત પ્રવચન હરી રુપા ઉદરીયા, આભાર વિધિ બુથ સમિતિના પ્રમુખ મેહુલભાઈ આહિર એ કરી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી