- લાકડીયા-સામખીયારી હાઇવે પર SOGએ કારમાંથી 1.47 કરોડનું કોકેઇન ઝડપ્યું
- કારમાં સવાર ચાર ઇસમોની અટકાયત કરાઈ
- પૂર્વ કચ્છ પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી
કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે વોચમાં રહેલી SOGની ટીમે બાતમીના આધારે હરિયાણા પારસિંગની એક કાર અટકાવી તેની તલાસી લેતા તેમાંથી રૂ.1.67 કરોડની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું. ત્યારે ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સોને NDPC એક્ટ હેઠળ અટકમાં લઇ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા. આ વિશે પૂર્વ કચ્છ પોલીસવડાએ ખાસ પત્રકાર પરિષદ બોલાવી છે.
પૂર્વ કચ્છ પોલીસવડાની સૂચના અંતર્ગત તારીખ 28/11/2024ના આદીપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. તેમજ પેટ્રોલિંગ દરમિયાન, લાકડીયા ધોરીમાર્ગ પર ભારત હોટલ નજીક 3 રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન, એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર નજીક આવતા તેને રોકવામાં આવી હતી. ત્યારે કારમાં એક ડ્રાઇવર અને અન્ય 3 વ્યક્તિઓ સવાર હતા.
કારની ચકાસણી દરમિયાન, બોનટના ભાગે એર ફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. આ દરમિયાન આ પદાર્થ કોકેઇન હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા તરત જ NDPS કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મહત્વપૂર્ણ છે કે, આ પ્રક્રિયા માટે ભચાઉના વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખી અને NDPSની કાર્યવાહી અંગે પોલીસ અધિક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી. તેમજ NDPS કાયદા હેઠળ આગળની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતમાં પંચનામું કરી NDPC ધારા હેઠળ કાર્યવાહી કરી, માદક પદાર્થ સાથે કારમાં સવાર 4 ઇસમોને પકડી લેવાયા છે, તેમાં 2 મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. તેમજ આ મામલે સામખીયારી પાસેથી પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓને NDPS કાયદાની કલમ 42 અને 50 મુજબ તેમના અધિકારો અંગે જાણકારી આપી. તેમજ પોલીસ દ્વારા તેમને પેશકશ કરવામાં આવી કે તેઓ અન્ય ગેઝેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પોતાના શારીરિક તપાસ માટે સંમતિ આપે, પરંતુ તેઓએ આ પ્રસ્તાવને મૌખિક રીતે નકાર્યો હતો.
અનુસાર માહિતી મુજબ, લાકડીયા-સામખીયારી હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક સફેદ રંગની ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર શંકાસ્પદ જણાતાં રોકી તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેમાં કારના બોનેટમાં છુપાવેલી પ્લાસ્ટિક પેકેટમાંથી 147.67 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 1.47 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય આરોપી હનિરસિંગ બિન્દરસિંહ શીખે કબૂલ્યું કે કોકેઇન તેના મિત્ર ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંહે પૂરું પાડ્યું હતું અને તે જ પદાર્થને કારમાં છુપાવ્યું હતું.
માદક પદાર્થ: 147.67 ગ્રામ કોકેઇન, બજાર કિંમત ₹1,47,67,000, વાહન: ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર, કિમત ₹5,00,000, મોબાઇલ ફોન: 6 મોબાઇલ, કુલ કીમત ₹80,000, દસ્તાવેજો: આધારકાર્ડ અને પાનકાર્ડ કબ્જે કરાયેલા હતા. ત્યારે તમામ પુરુષ શખ્સોની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સામે NDPS એક્ટની કલમ 8(C), 22(C), અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલાઓને મહિલા સુરક્ષા નિયમોના આધારે સ્થળ પર જ અટકાવવામાં આવી નથી, પરંતુ તેઓને નોટિસ આપીને પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું છે.
કાયદાના નિયમો અનુસાર માદક પદાર્થના સેમ્પલિંગ, ઇવેંટ્રી વેરિફિકેશન અને ફોટોગ્રાફી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. તેમજ પકડાયેલા કોકેઇનનો સ્રોત તપાસવા માટે મુખ્ય આરોપી ગુલવંતસિંહ ઉર્ફે શનિસિંહ અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે.
તમામ આરોપીઓ એકમેકના સબંધી- એસપી બાગમાર
પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા જણાવાયુ હતું કે, ગઈકાલ સાંજે લાકડીયા ધોરીમાર્ગ પાસે SOGની ટીમ વાહન ચેકીંગ કામગીરી કરી રહી હતી. ત્યારે એક હરિયાણા પારસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાસી લેવામાં આવી હતી. જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેની FSL મારફતે ચકાસણી કરવામાં આવતા તે કોકેઇન હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત 1.47 કિલોગ્રામના કોકેઇનની બજાર કિંમત 1.47 કરોડ છે. આ ઉપરાંત સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. તેમજ આ કેસમાં કુલ 4 આરોપીની અટક કરાઈ છે, તેમાં 2 મહિલા છે જ્યારે માલ મોકલનાર 1 આરોપી વોન્ટેડ છે. આ દરમિયાન પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આ ઉપરાંતની આગળ પણ આજ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે.
અહેવાલ : ભારતી માખીજાણી