- ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ મગફળી પરત લઇ જવાનું કહેતા ખેડૂતોમાં નારાજગી
- મગફળીના સેમ્પલ લીધા બાદ રીજેક્ટ કાર્યના આક્ષેપો
- ગ્રેડિંગમાં વહીવટ થતો હોવાના આક્ષેપો
- સારી મગફળી હોવા છતાં રીજેક્ટ થતી હોવાના આક્ષેપો
- સરકાર મગફળી ખરીદવા ઈચ્છે છે પરંતુ વચ્ચેની એજન્સી ગોટલા કરતી હોવાના આક્ષેપ
Jasdan : જુના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે. જેમાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતોમા નારાજગી જોવા મળી હતી. જ્યારે ખેડૂત મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકો માસેલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ 130 થી 140 નો ઉતારો આવે છે તે મગફળીને પાસ કર્યા બાદ ખરીદી કરીને બીલ આપી દીધા બાદ એજન્સીએ મગફળી રિજેક્ટ કરી માલ પાછો લઈ જવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ ગ્રેડિંગમાં પૈસા માગ્યા હોવાના આક્ષેપો કરાયા છે.
અનુસાર માહિતી મુજબ, જસદણના જુના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે. જેમાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો નારાજગી જોવા મળી હતી. જ્યારે ખેડૂત મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકો માસેલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે, ત્યારબાદ 130 થી 140 નો ઉતારો આવે છે તે મગફળીને પાસ કરવામાં આવે છે અને ત્યારપછી ખરીદી કરવામાં આવે છે
આ દરમિયાન ડોડીયાળાના ખેડૂત ભાઈઓની મગફળી ખરીદી કરી લીધી ત્યારબાદ બિલ આપી દીધું અને હવે એજન્સી વાળા એમ કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે માટે માલ પાછો લઈ જવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ ગ્રેડિંગમાં પૈસા માગ્યા હોવાના આક્ષેપો કરાયા છે. તેમજ એજન્સીના અધિકારીઓને મીડિયા દ્વારા પૂછવામાં આવતા કે કયા કારણોસર મગફળી રિજેક્ટ કરવામાં આવે છે તો તેઓ કંઈ પણ કહેવા માંગતા નથી. તેમજ ખેડૂતો મગફળી કયા કારણે રિજેક્ટ થઈ તેની રજૂઆત કરતા એજન્સીના માણસો દ્વારા ખેડૂતોને માર મારવામાં આવ્યો હતો.
અહેવાલ : કાળુ રાઠોડ