સ્વિસના ખૂબસૂરત શહેર દાવોસ ખાતે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આર્ટ વિંગ દ્વારા બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને બ્રિટિશ મ્યુઝિશ્યન એલ્ટન જોનની હાજરીમાં ક્રિસ્ટલ એવોર્ડ અપાયો હતો.
ફોરમના ચેરવૂમન હિલ્ડે સ્કવોબના હસ્તે કિંગ ખાનને એવોર્ડ એનાયત કરાયો હતો. શાહરૂખ ખાનની ફિલ્મો ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’થી માંડીને અનેક ફિલ્મોનાં શૂટીંગ સ્વિસમાં થઈ ચૂકયા છે. શાહરૂખે ઉદબોધનમાં સ્વિસને વિશ્ર્વનું સૌથી ખૂબસૂરત લોકેશન ગણાવ્યું હતુ. આ તકે ઓસ્ટ્રેલિયન અભિનેત્રી કેટ બ્લાન્ચેટ પણ સમારોહનું આકર્ષણ બની હતી.