- ઑસ્ટ્રિયામાં 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ
સોશિયલ મીડિયા ના વધતા જતા વપરાશ અને ઉપયોગીતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. સોશીયલ મિડીયા પર દરરોજ અસંખ્ય માહિતીઓ પીરસાઈ રહી છે. જે સમગ્ર દુનિયાની માહિતી પૂરી પાડે છે. પરંતુ કેટલીક અભદ્ર માહિતી લોકો અને ખાસ કરીને બાળકોના માનસપટ પર વિપરીત અસર ઊભી કરે છે. હાલના સમયમા મોટા ભાગના લોકો સોશીયલ મિડીયાના આદિ બનતા જાય છે. ત્યારે કયા પ્રકારની માહીતી લોકો સુધી પહોચે અને તેની શું અસર થઈ રહી છે તે નિયંત્રિત કરવું આવશ્યક બન્યું છે.
સોશીયલ મિડીયા પર પીરસાતા અશ્લિલના વિરોધમાં કેન્દ્રીય માહીતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને ઘઝઝ પ્લેટફોર્મ પર અભદ્ર સામગ્રીને રોકવા માટે કડક કાયદાની જરૂર છે. મંત્રીએ, કડક કાયદાઓ પર સર્વસંમતિની માંગ કરી, અને સંસદીય સ્થાયી સમિતિને આ બાબતને પ્રાથમિકતા તરીકે લેવા વિનંતી કરી. વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે, “આ પડકારનો સામનો કરવા માટે કડક કાયદાઓ સાથે તેના પર સામાજિક સર્વસંમતિ હોવી જોઈએ.” તેમણે એ પણ નોંધ્યું કે પરંપરાગત પ્રેસમાં સંપાદકીય તપાસ જે “સામગ્રીની જવાબદારી અને શુદ્ધતા” સુનિશ્ચિત કરે છે તે સોશિયલ મીડિયાના યુગમાં ખૂટે છે. હાલના કાયદાઓ વધુ અસરકારક નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને વર્તમાન કાયદાઓને વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે.
આ અંગે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ એક કાયદો પસાર કર્યો છે જે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવાથી અટકાવે છે.
આ બિલ, જેને સરકાર યુવાનોને ઓનલાઈન સલામતી પૂરી પાડવા માટે “વિશ્વનું અગ્રણી” પગલું ગણાવી રહી છે, તેને ગુરુવારે સેનેટમાં દેશના બંને મુખ્ય પક્ષોના સમર્થન સાથે મંજૂર કરવામાં આવ્યું હતું. સંસદના નીચલા ગૃહે અઠવાડિયાની શરૂઆતમાં તેને પસાર કર્યો હતો. અને આ પગલું ભરવામાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે.
ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું, “આ યુવાનોને બચાવવા વિશે છે – તેમને સજા કરવા અથવા સોશીયલ મિડીયાથી દૂર કરવા અંગે નહીં.” સોશિયલ મીડિયા પર વાપરતા એપ ઇન્સ્ટા, ફેસબુક વગેરે પર પીરસાતી માહિતી નિયંત્રિત કરવી આવશ્યક છે. પ્રતિબંધ લાવવાનો અર્થ એવો નથી કે તદનપણે સોશીયલ પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો પરંતુ આ અનિયંત્રિત અને ગેરકાયદેસર સોશિયલ મીડિયા ચેનલોને અટક કરવાની જરૂર છે. આ ઉપરાંત પશ્ચિમની આ પહેલ માંથી શીખી શકાય છે. અને પછી સામાજિક જાગૃતિ લાવવી એક અસરકારક પગલું બની શકે છે. તેમજ અમુક નિયમો અનુસાર મીડિયા પર પ્રતિબંધ કરી શકાય. ઉદાહરણ તરીકે, શાળા પરિસરમાં સોશિયલ મીડિયાના વપરાશને મંજુરી ન આપવી, બાળકો ઇન્ટરનેટ પર શું જોઇ રહ્યા છે તેના પર વાલીઓની નજર હોવી જરૂરી છે. તેમજ ફોનમાં આપવામાં આવતી સેવાઓ દ્વારા પેરેંટલ કંટ્રોલ રાખવો જોઇએ. આ ઉપરાંત જીવના જોખમ સાથે જોડાયેલ ગેમ કે અન્ય ફ્રોડથી બચવા અંગે જાગૃતિ લાવવી જરૂરી છે.