- નકલી શાળા ઝડપાઈ, ભણતર બીજી સ્કૂલમાં અને પ્રમાણપત્ર બીજી સ્કુલનું
- નિત્યમ શાળા ગેરકાયદે ચાલતી હોવાના આક્ષેપો
- શાળામાંથી LC માંગતા અન્ય શાળાનું LC આપ્યાના આક્ષેપો
Amreli : મંજૂરી વગર ચાલતી શાળા ઝડપાઈ છે. જેમાં એક સ્કૂલમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે તો બીજી સ્કુલનું પ્રમાણપત્ર આપીને શિક્ષણનો ખુલ્લો વ્યાપાર થઇ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બાબરાના જગદીશ અને તેમના મિત્રએ બે વિદ્યાર્થીઓને અમરેલીની ખાનગી નિત્યમ વિદ્યા સંકુલના નામે ચાલતી શાળામાં 35,950 હજાર ફી આપી એડમિશન કરાવ્યું હતું. જેમાં 12,000 રૂપિયા એજ્યુકેશન ફી અને 23,950 રૂપિયા હોસ્ટેલ ફી મળી કુલ 35,950 રૂપિયા ચેકથી ભર્યા હોવાનું જણાવામાં આવ્યું છે. છ માસ બાદ બાળકોને કોઈ કારણોસર ત્યાં નહિ ગમતા વાલીઓએ ત્યાંથી બાબરાની સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા નિર્ણય કર્યો હતો જેના માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સંચાલક પાસે માગવામાં આવ્યું. ત્યારે બંને વિદ્યાર્થીઓને અલગ અલગ શાળાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. પ્રમાણપત્ર આપેલી શાળા સ્થળ પર ન હોવાનું સામે આવ્યું છે.
અનુસાર માહિતી મુજબ, અમરેલીના બાબરાના જગદીશ અને તેમના મિત્રના મળી બે વિદ્યાર્થીઓને અમરેલીની ખાનગી નિત્યમ વિદ્યા સંકુલના નામે ચાલતી શાળામાં 35,950 હજાર ફી આપી એડમિશન કરાવ્યું હતું જેમાં 12,000 રૂપિયા એજ્યુકેશન ફી અને 23,950 રૂપિયા હોસ્ટેલ ફી મળી કુલ 35,950 રૂપિયા ચેકથી ભરેલ છે. છ માસ બાદ બાળકોને કોઈ કારણો સર ત્યાં નહિ ગમતા વાલીઓએ ત્યાંથી બાબરાની સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા નિર્ણય કર્યો હતો. જેના માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નિત્યમ સ્કૂલના સંચાલક પાસે માગવામાં આવ્યું પરંતુ 3-4 દિવસ ગલ્લા તલ્લા કર્યા બાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું ત્યારે વાલીઓ પણ સ્તબ્ધ બની ગયા, કારણ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બંને બાળકોને અલગ અલગ શાળાઓનું આપવામાં આવ્યું હતું.
ધોરણ 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોહન નગરનું સ્થળ ધરાવતી સુ મધુર પ્રાયમરી સ્કૂલનું પ્રમાણપત્ર આપ્યું તો બીજા 11મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને જેસીંગપરા રંગપુર રોડ ઉપર શિક્ષણ કરીથી પાંચેક કિલોમીટર દૂર આવેલી તુન્ની વિદ્યા મંદિરના નામે ચાલતી સ્કુલનું આપવામાં આવ્યું છે, જ્યારે બંને સ્કૂલના ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે મોહનનગર નું સરનામું ધરાવતી “સુ મધુર ” સ્કૂલ સ્થળ ઉપર છે જ નહિ અને તુન્ની વિદ્યા મંદિર ના સંચાલકો કે આચાર્ય શાળા ઉપર મળ્યા નહિ કે ફોન પણ રીસિવ કર્યો નહિ ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓના નાક નીચે આવી સ્કૂલો અમરેલીમાં કઈ રીતે ચાલે છે ? તે એક મોટો સવાલ ઊભો થાય છે. બંને બાળકોની ફી પણ સંચાલક દ્વારા પાછી નથી આપવામાં આવી તેવું પણ જગદીશએ જણાવ્યું હતું .
આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે અમે સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ સુ મધુર સ્કૂલ દ્વારા સ્થળ ફેરવવા માટેની ફાઈલ મૂકી છે પરંતુ મંજૂરી મળી નથી. ત્યારે મહત્વની વાત તો એ છે કે તેઓએ જણાવેલ અને હોલના સરકારી ચોપડે જે સરનામું લખવામાં આવ્યું છે તે સરનામે પણ આ નામની કોઈ સ્કૂલ નથી ત્યારે આવા સમયમાં અધિકારીઓની પણ તપાસ થવી જોઈએ અને કડક કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી લોકોએ માંગ કરી છે.
અહેવાલ : પ્રદિપ ઠાકર