- રેવન્યુ તલાટી જયદીપસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા
- ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા ખેડૂત પાસે માંગી હતી 4000ની લાંચ
- ACB ટીમને ફરિયાદ મળતાં છટકું ગોઠવી લાંચિયા તલાટીને ઝડપ્યો
મોરબીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો હતો. આ ઉપરાંત જયદીપસિંહ જાડેજા નામનો રેવન્યુ તલાટી રૂપિયા 4000 ની લાંચ લેતા ઝડપાયો હતો. ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવા ખેડૂત પાસેથી 4000 રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારે મોરબી ACB ટીમને ફરિયાદ મળતાં છટકું ગોઠવી લાંચિયા તલાટીને ઝડપી લેવાયો હતો. આ દરમિયાન ACB ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી મામલતદાર કચેરીમાં આજે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. એક અરજદાર સમક્ષ તલાટી જયદીપસિંહ જાડેજા ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે રૂ.4000ની લાંચ માંગવામાં આવી હતી. ત્યારે અરજદારે ACBનો સંપર્ક કરતા ACBએ આજે ઓપરેશન પાર પાડયું હતું. આ દરમિયાન ACB ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ઋષિ મહેતા