- ગેરકાયદે પેશ કદમી કરનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- ST વિભાગમાં કંડકટરે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- પોલીસે તપાસ હાથ ધરી
Jamnagar : પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એસટી કંડક્ટરની જગ્યા પચાવી પાડવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં એક મહિલા દ્વારા ગેરકાયદે પેશ કદમી કરી દબાણ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એસ.ટી. વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ જાડેજાએ પોતાના પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી લઇ કબજો જમાવી લેવા બાબતે રોશન સફિયા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે તપાસ કરતા જમીનમાં ગેરકાયદે દબાણ થયું હોવાનું સામે આવ્યું છે. જે અંગે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અનુસાર માહિતી મુજબ, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા STના કંડકટરનો પ્લોટ પચાવી પાડી તેમાં ધાર્મિક દબાણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ દરમિયાન મુસ્લિમ મહિલા સામે અરજી કરાયા બાદ તપાસના અંતે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેથી ભારે ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર-3માં પ્લોટ ધરાવતા અને સરદાર પટેલ સોસાયટીમાં રહેતા તેમજ ST વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ જાડેજાએ પોતાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી લઇ કબજો જમાવી લેવા અંગે તેમજ તેમાં ધાર્મિક દબાણ ઉભું કરી લેવા અંગે રોશન સફિયા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ST કંડકટર દ્વારા 2015ની સાલમાં જામનગરના અશોક જોશી નામના વ્યક્તિ પાસેથી પટેલ કોલોની શેરી નંબર-3માં હનુમાન મઢી મંદિર પાસે એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો, અને તે પ્લોટને ખુલ્લો રાખ્યો હતો. જે પ્લોટમાં રોશનબ સફિયા નામની મહિલાને ગેરકાયદે પેશ કદમી કરી લઈ ત્યાં કબર બનાવી લઈ તેમાં લોબાન વગેરે શરૂ કર્યું હતું.
આ સાથો સાથ ઝૂંપડું બનાવી લીધું હતું. જે અંગે તેઓને જગ્યા ખાલી કરવાનું કહેતાં ખાલી કરી ન હોવાથી આખરે મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવાયો હતો, અને લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેની તપાસના અંતે જમીનમાં ગેરકાયદે દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું, આથી સીટી B-ડિવિઝન પોલીસ મથકમાં રોશન સફિયા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધાયક કલમ 4(૩),5(ગ) મુજબ ગુનો નોંધ્યો છે, અને શહેર વિભાગના DYSP જયવીરસિંહ ઝાલાના સુપર વિઝનમાં સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
અહેવાલ : સાગર સંઘાણી