- મહિલા જાગૃતિ સેમિનારમાં 750 જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની
હિંમતનગરમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેનુ આયોજન ડૉ. નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડ લાઈન, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપવામાં આવી હતી. મહિલા જાગૃતિ સેમિનારમાં 750 જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની હતી. આ સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી સહિત શાળા કોલેજની વિધ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા DIG તેમજ પોલીસ અધિક્ષક સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડૉ. નલિનકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે યોજાયો હતો. મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડ લાઈન,કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી,મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી.
આજકાલ સૌ થી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઇલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે સાયબર તથા જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્રારા સાયબરને લગતા ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ, પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી, નવા કાયદાઓની અમલવારીની જાણકારી, ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી.
આ સાથે વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી આપી હતી. અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-2023, નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ-2023,ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023ની માહિતી આપવામાં આવી હતી.તેમજ જિલ્લા પોલીસની શી ટીમની કામગીરી, અભયમ હેલ્પલાઇન 181 ની કામગીરી,સાયબર ફ્રોડમાં 1930 ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતે પણ આ વિદ્યાર્થીનેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી સહિત શાળા કોલેજની વિધ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ: સંજય દિક્ષિત