- હાલાર પંથકના 2400 પશુને “પશુધન વીમા સહાય યોજના” થકી મળશે સુરક્ષા
- સરકારે ચાલુ વર્ષે પશુ વીમા અંતર્ગત 23 કરોડના બજેટની ફાળવણી
- પચાસ હજાર પશુઓના વીમા ઉતારવાનો ટાર્ગેટ સોપાયો
- પ્રોજેક્ટ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના 12 જીલ્લાઓનો સમાવેશ
જામનગર: ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા 23 કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકાય છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે. માણસની જેમ હવે પશુઓના પણ વિમા ઉતારવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના 12 જીલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ પચાસ હજાર પશુઓના વીમા ઉતારવાનો ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા 23 કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવા પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશેમાણસની જેમ હવે પશુઓને પણ વિમાન ઉતારવામાં આવશે નેશનલ લાઈવ મિશન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રિક્ક મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર પશુ ધન વીમા યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં 12 જિલ્લામાં 50,000 હતું. કોના વીમા ઉતારવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
પશુપાલકો ને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ચાલુ ચાલુ વર્ષે 23 કરોડની બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા યોજના અમલમાં મૂકી છે પશુઓના મૃત્યુ સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે જે લોકો પ્રીમિયમ પણ નથી રાખવામાં આવી છે પશુ 100 રૂપિયા નક્કી પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યું છે આકસ્મિક બનાવવામાં પશુપાલકોના કીમતી ગણાતા પશુઓના મોત થતા હોય છે આવા કિસ્સામાં અત્યાર સુધીમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી ન હતી પરંતુ હવે રાજ્ય સરકારે પશુધન વીમા યોજના સહાય યોજના શરૂ કરી છે આ માટે સરકાર અને વીમા કંપની વચ્ચે એમઓયુ પણ કરી લેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌરાષ્ટ્ર કચ્છના ગણાતા 12 જીલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે પચાસ હજાર પશુઓના વીમા ઉતારવાનો ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે 14 નવેમ્બરથી વીમા યોજના નું પ્રારંભ કરવામાં આવ્યો તે 15 ડિસેમ્બર સુધી વીમા સહાય યોજનામાં અરજી કરવાની મુદત છે જેની અમલવારી ગુજરાતી પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર મારફત કરવામાં આવશે. જામનગર જિલ્લામાં 2400પશુઓનો વીમો ઉતારવાનું ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે. પશુપાલકોએ એક અરજીમાં વધુમાં વધુ ત્રણ પશુઓના વીમા આપવામાં આવશે જેમાં ગાય ભેસ સહિતના પશુઓને આવરી લેવામાં આવ્યા છે અત્યારે સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 435 પશુઓના વીમા ઉતારવામાં આવ્યા છે.