- પાટણના સિધ્ધપૂરના તિરૂપતિ નગરમાં રહેણાંક મકાનમાં લાગી આગ
- 2 ના મોત, 3 ઘાયલ
Patan : ગુજરાતમાં એક પછી એક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. આજે પાટણના સિદ્ધપુરના તિરૂપતિ નગરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ આગમાં ગૂંગળામણથી 2 લોકોના મોત થયા છે,જ્યારે 3 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, પાટણના સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. જેમાં ઘરમાં આગ લાગતા ગૂંગળામણથી 2ના મોત થયા છે, તેમજ મોડી રાતે રહેણાક મકાનમાં આગ લાગી હતી. તેના કારણે આ ઘટના બની હતી. ત્યારે બીજી તરફ અન્ય 3 લોકો ઘાયલ થયા છે. આ ગંભીર હાલતમાં ત્રણેય લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. આ ઉપરાંત ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
અનુસાર માહિતી મુજબ, પાટણના સિદ્ધપુરમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી, તેમ એક જ પરિવારના 2 સભ્યોના મોત થયા છે અને અન્ય 3 લોકો ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત તિરુપતિ નગર બિન્દુ સરોવર પાસે મકાનમા લાગી હતી આગ. આ દરમિયાન આગની ઘટનાને લઈ સિદ્ધપુર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી, તેમજ અમુક કારણોસર મકાનમાં આગની ઘટના બનતા ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ
મળતી માહિતી અનુસાર આગ લાગતા એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતુ. અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ત્યારે આ ઘટનાને લઇ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે.
ઘરમાં આગ લાગવાના કારણો
મોટાભાગની જગ્યા પર ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. તેમજ ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરે સતત વાપરતા રહે છે. આ દરમિયાન સતત ગરમ થવાના કારણે કંપ્રેસર પર લોડ વધી જાય છે, તેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ કરી જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે.