- ટેકનોલોજીમાં આવેલ પરિવર્તન અને અર્થતંત્રમાં ઊંચી માંગના કારણે આગામી છ મહીનામાં રોજગારીની તકો ઉભી થશે
આઈટી ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આઈટી વિભાગમાં નોકરી ઇચ્છુકો માટે સારા સમાચાર છે. વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારો અને અર્થતંત્રમાં સારી માંગના કારણે ઈંઝ ક્ષેત્રની ગતિ વધી છે. જેના કારણે આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં નોકરીની બમ્પર તકો ઉભી થશે.
ટેક્નોલોજીના ઝડપી વિકાસને કારણે, આગામી છ મહિનામાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એટલે કે આઈટી સેક્ટરમાં ભરતીમાં 10-12 ટકાનો વધારો થવાની સંભાવના છે. ટેક્નોલોજીની પ્રગતિ વિશ્વભરના ઉદ્યોગો અને અર્થતંત્રોને પુન: આકાર આપી રહી છે, બુધવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. બિઝનેસ સર્વિસ પ્રોવાઈડર ક્વેસ કોર્પના અહેવાલમાં જણાવાયું છે કે જનરેટિવ એઆઈ, ડીપ ટેક અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઉભરતી ટેક્નોલોજી 2030 સુધીમાં 1 મિલિયનથી વધુ નોકરીઓનું સર્જન કરશે. જે ભારતીય યુવાનો માટે સુવર્ણ તક લાવશે. અને ભારતમાં લાખો નવી નિમણૂકો થશે.
રિપોર્ટ અનુસાર, એપ્રિલની સરખામણીએ સમગ્ર દેશમાં બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ગ્લોબલ કોમ્પિટન્સ સેન્ટર્સ અને સાયબર સિક્યોરિટીમાં લોકોની માંગ અનુક્રમે 71 ટકા અને 58 ટકા વધી છે. ક્વેસ આઈટી સ્ટાફિંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કપિલ જોશીએ જણાવ્યું હતું કે ભારત તેની વધતી જતી ટેકનોલોજી પ્રતિભા સાથે આ ડિજિટલ ક્રાંતિમાં મોખરે છે. તેથી આગામી છ મહિનામાં આઈટી સેક્ટરમાં ભરતીમાં 10-12 ટકાનો વધારો થશે. આઈટી સ્ટાફિંગ ત્રિમાસિક ડિજિટલ સ્કિલ્સ’ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં કુલ 79 ટકા માંગના નોકરી ઇચ્છુકો વિકાસ, ઇઆરપી, પરીક્ષણ, નેટવર્કિંગ અને ડેટા સાયન્સ સહિત ટોચના પાંચ કૌશલ્યોમાંથી ઉભરી આવ્યા છે. મતલબ કે આ કૌશલ્યમાં નિપુણ યુવાનોને સરળતાથી નોકરી મળી જશે.
ગતિશીલ અર્થતંત્રને કારણે ચાલુ નાણાકીય વર્ષના પેલા અને બીજા સત્ર વચ્ચે જાવા (30 ટકા), સાયબર સુરક્ષા (20 ટકા), અને ઉયદઘાત (25 ટકા)ને સંબંધિત કૌશલ્યો ધરાવતા લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. દરમિયાન, અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ત્રિમાસિક ગાળામાં વિવિધ આઈટી સેવા કંપનીઓમાં ટેક્નોલોજીમાં નિપુણતા ધરાવતા લોકોની માંગમાં 37 ટકાનો વધારો થયો છે.