- મહેશ લાંગાએ બનાવેલી બોગસ પેઢીઓ પર તવાઈ
- અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણામાં બોગસ બિલિંગ કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના 5 કૌભાંડીઓની ધરપકડ
બોગસ પેઢીઓ બનાવી બિલિંગ કૌભાંડ આચરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના રાજ્યવ્યાપી કૌભાંડ પર રાજકોટ પોલીસે દરોડો પાડ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા સહીતની કુલ 15 બોગસ પેઢીઓ પર દરોડો પાડીને કૌભાંડમાં ભૂમિકા ભજવનાર પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
બોગસ પેઢી અને બોગસ બિલીંગના આધારે થતી કરચોરી
રાજ્યના ચકચારી જીએસટીમાં બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો છે. જેમાં બોગસ બિલિંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા બોગસ બિલિંગ કૌંભાડ મામલે મોટી કાર્યવાહી કરી 15 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા કામગીરી હાથ ધરી છે, જેમાં ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળ, કડી, મહેસાણા, ગાંધીનગર, શાપર, રાજકોટ શહેરમાં અલગ-અલગ 4 સ્થળોનો સમાવેશ થાય છે. બોગસ પેઢી અને બોગસ બિલિંગના આધારે કરચોરી કરી સરકારને આર્થિક નુકશાન પહોંચાડનાર 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલામાં રાજકોટ શહેરના ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આજથી 20 દિવસ પહેલા માહિતી મળી હતી કે, બોગસ પેઢી ખોલી તેના આધારે બોગસ જીએસટી બિલો, ઈ-વે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. માહિતીના આધારે આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા તપાસ કરી જેમાં ખોટા ભાડા કરાર બનાવી તેનો દુરુપયોગ કરી અને ખોટી કંપનીઓ બનાવી પરમાર એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા અલગ-અલગ 14 કંપનીને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસોન કરવા માટે આપેલા હતા. જયારે આ તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે, 3 કંપની ડી.એ. એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી.
ડીસીપી પાર્થરાજસિંહના જણાવ્યા અનુસાર, પરમાર એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય 14 મળી કુલ 15 પેઢી સામે ફરિયાદ નોંધી કુલ 5 આરોપી અમન નાશીરભાઈ કારાણી, અમન રફીકભાઇ બિનહરીશ, સૈયદ ઉર્ફે કાળું સારી, વિશાલ પરમાર અને પાર્થ પરમારની ધરપકડ કરી આઇ.પી.સી.કલમ 465, 467, 468, 471, 474, 420, 120(બી) ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ પાંચ જેટલી પેઢીઓ વિરુદ્ધ લેવાઈ શકે છે પગલાં
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ઈઓડબ્લ્યુ પોલીસ દ્વારા બોગસ બિલિંગ કૌભાંડ મામલે કુલ 15 પેઢીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય ચારથી પાંચ અન્ય પેઢીની માહિતી છે, જે બોગસ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સાથે સંકળાયેલ છે તેની તપાસ ચાલુ છે.
61 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધાનો ખુલાસો : આંક વધવાની પ્રબળ શક્યતા
પોલીસ દ્વારા કરવામાં આવેલી હાલ સુધીની તપાસમાં પરમાર એન્ટરપ્રાઇઝમાં 61 લાખથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ અલગ-અલગ કંપનીની તપાસ ચાલુ છે એટલે આ કૌભાંડમાં હજુ પણ આંક વધે એવી શક્યતા સેવાઈ રહી છે. તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે, 3 કંપની ડી એ એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી. તેમની એક ડી. એ. એન્ટરપ્રાઇઝ મનોજ લાંગાના નામની છે અને તે મહેશ લાંગાના સંબંધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કેવી રીતે ચાલે છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ?
કોઈ પણ પ્રોડક્ટ વેચવામાં આવે ત્યારે એક કંપની બીજી કંપનીને પ્રોડક્ટ વેચતી હોય તેમાં ટેક્સ ભરી દીધો છે એ મુજબ બિલ બનાવે છે. જે ખોટા બિલ હોય છે અને ફાઇનલ જે એન્ડ પ્રોડક્ટ બિઝનનેસમેન હોય જે આ પ્રકારની કંપનીઓ છે તે આ મુજબ બિલો મેળવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય છે. જેથી, જીએસટી ઓછું ભરવાનું થાય અને બચત થઇ શકે. આ એક કૌભાંડ છે જે પકડી પાડવામાં આવ્યું છે.
કંઈ કંઈ પેઢીઓ પર દરોડા?
- (1) યશ ડેવ લોપર પહેલો માળ દર્ષીત કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર 2 નંદી પાર્ક એસ.એન.કે. સ્કુલ પાછળ રાજકોટ
- (2) ઇકરા એન્ટરપ્રાઇ ઝ ગોકુલ ચોક પાસે મફતીયા પરા કોટડા સાંગાણી જી.રાજકોટ
- (3) સીવીલપ્લસ એન્જીનીયરીંગ દુકાન નંબર 7 કાકા કો મ્પલેક્ષની પાછળ રઘુવીર એપાર્ટમેન્ટ ઝાઝંરડા રોડ જુનાગઢ
- (4) ધનશ્રી મેટલ આર/એસ. 151 પ્લોટ નંબર-1 મુળ પડ વલા પડવલા રોડ તા.કોટડા સાંગાણી જિ રાજકોટ
- (5) ડી.એ.એન્ટરપ્રાઇઝ નંદ વિહાર રેસીડન્સી-6 કબીર એન્કેલ્વ પા સે વિભુસા રોડ ઘુમા અમદાવાદ
- (6) આર્યન એસોશીયેટ ગામતળ પ્લોટ નંબર 3 સનદ નં 7/1977 માધવ ટ્રાન્સપોર્ટની પાછળ આજોઠા વેરાવળ જી.ગીરસોમનાથ
- (7) જ્યોતી ઇન્ફ્રાસ્ટ્રકચર ગ્રાઉન્ડફ્લોર 114 લક્ષ્મી નગર સો.સા. ભાગ-1 સરથાણા થી કામરેજ સરથાણા સુરત
- (8) અર્હમ સ્ટીલ ત્રીજો માળ મેરીડીયન સ્ક્વેર 307 કાળુભાથી પરીમલ રોડ હોમ સ્કુલ પાસે વિધ્યાનગર ભાવનગર
- (9) રિદ્ધિ ઇન્ફાસ્ટકર્ચર 199 ઇલેક એસ્ટેટ જી.આઇ. ડી.સી સેકટર 25 ગાંધીનગર
- (10) આશાપુરા ટ્રેડીંગ બાલાજી એમ્સ ઇન્ડસ્ટ્રીઝ એરીયા સરદાર ગૌ-શાળા પાસે કોઠારીયા પ્લોટ નંબર 2 શેડ નંબર 33 કોઠારીયા રાજકોટ
- (11) શિવ મીલન પ્લાસ્ટીક તથા ગ્લોબટ્રા ઇમ્પેક્સ રતનપર સ્વાતિ પાર્ક સી.એન.જી પંપ પાસે સર્વે નં 180 પ્લોટ નં 06 મોરબી રોડ રતનપર તા.જી. રાજકોટ
- (12) મા દુર્ગા સ્ટીલ શુભ લાભ એસ્ટેટ શેડ નંબર 26 કડી-છત્રાલ રોડ મારૂતી સુજુકી અરેના સ્ટ્રે લાઇન કાર પ્રા.લી. જી.આઈ.ડી.સી કડી મહેસાણા
- (13) મારૂતી નંદન ક્ધટ્રકશન તી મકાન, ગોમતી નંદન સોસાયટી, શ્રીજીનગર પાસે જોષીપુરા જુનાગઢ
- (14) લખુભા નાનભા જાડેજા મોટી ખાવડી હાઈસ્કુલ વિસ્તાર તા.જી.જામનગર