નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણી. ક્વિઝ સ્પર્ધા, સેમિનાર, પદયાત્રા, સ્વચ્છતા ડ્રાઈવ તેમજ મેડિકલ કેમ્પ યોજાયા. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે એસ્પાયર પબ્લિક સ્કૂલ-વરાછા, જે.ઝેડ.શાહ કોલેજ-અમરોલી અને ડમ્પિંગ સ્ટેશન(સાઉથ ઝોન)માં ક્વિઝ સ્પર્ધા, સેમિનાર, પદયાત્રા, સ્વચ્છતા ડ્રાઈવ તેમજ મેડિકલ કેમ્પ યોજી ૨૬મી નવેમ્બર-સંવિધાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 250થી વધુ યુવાઓ જોડાયા હતા. સંવિધાન દિવસના મહત્વ તેમજ ડો.બાબાસાહેબ આંબેડકર તેમજ બધારણ સભાના સભ્યોના જીવન ચરિત્ર વિશે સૌને માહિતગાર કરાયા હતા.
ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માય ભારત સુરતના રિવોલ્યુશન ક્લબના સ્વયંસેવકો તથા સુરત મનપા દ્વારા વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ જેવા સરકારી યોજનાકીય કાર્ડ કાઢીને લાભાન્વિત કરાયા હતા. કાર્યક્રમમાં એસ્પાયર પબ્લિક સ્કૂલના આચાર્ય કૃણાલ રાજપૂત અને જે. ઝેડ. શાહ કોલેજના આચાર્ય, તમામ શિક્ષક સ્ટાફ તેમજ મનપાના મેડિકલ ટીમ અને સ્વચ્છતાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. નહેરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમોમાં યુવાનોએ સંવિધાનને અનુસરવાના શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રીય યુવા સેવક ગૌરવ પડાયા, મેહુલ દોંગા, જૈવિક રૈયાણી, ઉજ્જવલ પરમારે વિવિધ કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું.