- આગામી 11 થી 13 માર્ચ દરમિયાન રાજકોટમા યોજાનારા
- સૌરાષ્ટ્રના વેપારી આગેવાનોએ રૂબરૂ વેપાર મેળાનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું
- રાજકોટમાં બે વર્ષમાં જ ક્ધવેન્સર સેન્ટર શરુ કરવા ભુપેન્દ્રભાઇનો કોલ
સૌરાષ્ટ્ર પાટનગર અને ઔદ્યોગિક હબ રાજકોટમાં બે વર્ષમાં જ ક્ધવેન્સ સેન્ટર શરુ થવાનો કોલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આપી સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મંડળ દ્વારા આગામી 11 થી 13 ના ત્રિદિવસીય આંતર રાષ્ટ્રીય મેળાનું ઉદઘાટન સમારોહમાં હાજર રહેવા મુખ્યમંત્રીએ ખાત્રી આપી આયોજકોને મેળાની સફળતા માટે આગોતરી શુભેચ્છા પાઠવી હતી.
પરાગભાઇ તેજૂરા ની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ નું પ્રતિનિધિ મંડળ ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતે
મળી અને સૌરાષ્ટ્ર કચ્છ ના વિકાસ માટે થોડા મહત્વના મુદ્દાઓ અંગે રજુઆત કરેલ અને આગામી તારીખ 11થી 13 માર્ચ 2025 ના રોજ યોજાનાર એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય મેળા ના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપેલ જે તેઓ સ્વીકારેલ અને આવવાની ખાત્રી આપેલ, આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહેલ.
કોકોનટ બોર્ડ, આઈ ટી પાર્ક,કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર(રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં) વીરપુરઅને ચોટીલા યાત્રાધામ વિકાસ, સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર કચ્છ ડેવલપમેન્ટ બોર્ડ કે જેની રચના 1960 થી પ્રસ્તાવિત છે. ઉદ્યોગ કમિશનર અને ઇન્ડેક્સ બી ની રિજનલ ઓફિસ. મોરબી માટે ઇન્ફાસ્ટ્રક્ચર. આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ . રેલ સેવાઓનું વિસ્તૃતિકરણ. નિકાસ વેપાર માટે એમ. એસ.એમ. ઈ ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો
આઝાદી પૂર્વથી વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો લઘુ ઉદ્યોગોની પ્રવૃત્તિઓથી ધમધમતા હતા. અનેક મુશ્કેલીઓ અગવડતાઓ વચ્ચે પણ સૌરાષ્ટ્રની ખંતિલી પ્રજાએ વિશ્વમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી હતી જેમાં ડીઝલ એન્જિન, એન્જિનિયરિંગ પાર્ટ્સ, ટેક્સટાઇલ અને સાડીઓ (જેતપુર) બ્રાસ અને ઇલેક્ટ્રીક પાર્ટ્સ(જામનગર) મશીન ટુલ્સ ઉદ્યોગ(રાજકોટ ભાવનગર અને સુરેન્દ્રનગર) મત્સ્યઉદ્યોગ (વેરાવળ અને પોરબંદર) બોકસાઈટ માઈનીંગ ઉદ્યોગ (પોરબંદર જામનગર દ્વારકા) ટાઇલ્સ નળિયા અને ઘડિયાળ ઉદ્યોગ(મોરબી) માં ખૂબ વિકાસ થયો. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં લાખો લઘુ ઉદ્યોગોનો ધમધમે છે નિકાસ વેપાર પણ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે. તોઘટે છે શું ? અનેક સુવિધાઓની જરૂર છે જેમકે મોટા ઉદ્યોગોની સ્થાપના, આંતરરાષ્ટ્રીય વિમાનની સેવા, ફાસ્ટ ટ્રેન સાથે રેલવેની સુવિધાઓનું વિસ્તૃતિકરણ, એક્ઝિબિશન અને ક્ધવેન્શન સેન્ટર મારખાકીય સુવિધાઓ જેમકે આઈટી પાર્ક, ઇમિટેશનજ્વેલરી પાર્ક, ઓટો પાર્ક સહિત અનેક જરૂરિયાતો છે. રાજકોટ માટે હાઇકોર્ટ બેંચ ની પણ ખૂબ જરૂર છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે નાળિયેરી અને ખજૂરના વાવેતરની ખૂબ સંભાવનાઓ રહેલછે જે આવતા વર્ષોમાં એક લાખ કરોડનો નવો વ્યવસાય વિકસાવી શકે તેમ છે. દ્વારકા અને સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ જ્યાં દર વર્ષે લગભગ 50 લાખ કરતા વધુ ભાવિકો આવે છે તેવા ચામુંડા માતાજીના ધામ ચોટીલા તથા જલારામ ધામ વિરપુર નો પણ યાત્રાધામ તરીકે વિકાસ થાય તે જરૂરીછે. ચોટીલાની રેલ માર્ગે જોડવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે. મોરબી વાંકાનેર માં સિરામિક સેનેટરી વેર ઘડિયાળ પેકેજીંગ સહિતના ઉદ્યોગોથી ધમધમે છે પરંતુ ત્યાં માળખાકી સુવિધાઓ ખાસ કરીને રોડ રસ્તા ખૂબ જ દયાજનક સ્થિતિમાં છે તે સુધારવાની ખૂબ જરૂર છે.
અંતમાં મુખ્ય અને મહત્વનો અને ભુલાઈ ગયેલો મુદ્દો સૌરાષ્ટ્ર કચ્છ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવી ખૂબજ જરૂરી છે જેથી આતમામ કામગીરી ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે આગળ વધારી શકાય. 1960 માં જ્યારે મહારાષ્ટ્ર ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યા ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને વિદર્ભના વિકાસ માટે ડેવલપમેન્ટ બોર્ડ બનાવવાની ખાતરી આપવામાં આવેલ. પરંતુ થયું નથી જેને કારણે વિશ્વને જીતી શકે તેવી શક્તિ ધરાવતી સૌરાષ્ટ્રની – કચ્છ પ્રજાને મોટાપાયેસ્થળાંતર કરવું પડ્યું.
આ મુલાકાત સમયે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજૂરા, ઉપ પ્રમુખ મહેશ નગડિયા , કમિટીના સભ્યો કેતન વેકરીયા, વિશાલ ગોહેલ, જયેશ દવે, દિગંત સોમપુરા, પ્રશાંત જોશી, પ્રથમ તેજૂરા વગેરે અને ખાસ ધારાસભ્ય દર્શિતાબેન શાહ હાજર રહેલ. આગામી 11 માર્ચ 2025 ના રોજ યોજાનાર એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા નું ઉદઘાટન કરવા પધારવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રુબરુ નિમંત્રણ આપેલ અને તેઓએ નિમંત્રણ નો સ્વીકાર કરેલ હતો અને આવવાની ખાત્રી આપેલ હતી. અને આયોજકોને મેળાની સફળતાની આગોતરી શુભેચ્છા પાઠવી હતી.
મુશ્કેલીમાં સફળતાના સર્જન થાય છે
કહેવાયછે કે મુશ્કેલીઓ તકનું સર્જન કરે છે તેમ વિશ્વનું સૌથી મોટું સ્થળાંતર લગભગ 100 કરતાં વધુ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાનું થયું. હજારો જૈન પરિવાર સુદાન ગયા હજારો લોહાણા પરિવાર કેન્યા યુગાન્ડા ટાંઝાનિયા ગયા તો હજારો ભાટિયા કચ્છી લોકો ગલ્ફ અને આફ્રિકા ગયા. આ સ્થળાંતરે નિકાસ વેપારને તક આપી. આફ્રિકામાં રાજકોટના ડીઝલ એન્જિન પંપનો વેપાર થયો, જેતપુરના સાડી ખાંગા – કીટાંગા ઉદ્યોગનો પણ વિકાસ થયો. બીજી તરફ લોહાણા અને ભાટીયા સમાજે આફ્રિકા અને ગલ્ફમાં રિટેલ વેપાર અને ઉદ્યોગ ઉપર પ્રભુત્વ જમાવ્યું, કશુંન હોવા છતાં ઘણું કર્યું એ સૌરાષ્ટ્ર કચ્છની ખમીરવંતી પ્રજાની આગવી ઓળખ છે.
સરકાર પ્રત્યેની ઉઘોગપતિઓની શું અપેક્ષા?
સરકારએ શું કરવું જોઈએ? ત્વરિતનિર્ણય દ્વારા લાખો ઉદ્યોગો ધરાવતા સૌરાષ્ટ્ર કચ્છ માટે ઉદ્યોગ કમિશનર અને ઇન્ડેક્સ બીની પ્રાદેશિક કચેરીઓ, હાઇકોર્ટ બેંચ, ક્ધટેનર ડેપો, રાજકોટ મોરબી, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં એક્ઝિબિશનસેન્ટર, રેલવે સેવાનું વિસ્તરણ, આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ અને નિકાસ વેપાર વધારવા માટે લઘુ ઉદ્યોગોમાટે પ્રોત્સાહક પ્રવૃત્તિઓની જરૂર છ