- સ્વાગત કાર્યક્રમમા રજુ થયેલા 6 પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા કલેક્ટરે આપી સુચના
- સ્વાગત કાર્યક્રમમા સ્થાનિકો દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ
- 6 પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા કલેક્ટરે આપી સુચના
દાહોદ: લીમખેડા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, રસ્તા પરના દબાણો, જેટકો હાઈવોલ્ટેજ લાઈન સામે વાંધા અરજી, પાણીના નાળા પરનુ દબાણ હટાવવા, સરકારી પડતર જમીન કાયમી મળવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. કલેકટરે અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા MGVCL, ખેતીવાડી, સિંચાઈ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, આરોગ્ય વિભાગ, સંકલિત બાળ વિકાસ અધિકારી, તલાટી મંત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, લીમખેડા મામલતદાર કચેરી ખાતે આજે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં કલેકટરે અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
લીમખેડા તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, રસ્તા પરના દબાણો, જેટકો હાઈવોલ્ટેજ લાઈન સામે વાંધા અરજી, પાણીના નાળા પરનુ દબાણ હટાવવા, સરકારી પડતર જમીન કાયમી મળવા અંગેની રજુઆતને લગતા પ્રશ્નો મળી 6 જેટલા પ્રશ્નોની રજૂઆતો કલેક્ટર યોગેશ નિરગુડેએ સાંભળી હતી. આજે સ્વાગત કાર્યક્રમમા અરજદારો તરફથી રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો સંબંધે કલેકટરે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ આપી હતી.
લીમખેડાના વરસાદી પાણીના નાળા પરનુ દબાણ દુર કરવા કલેક્ટરે આપી સૂચના
લીમખેડા શાસ્ત્રી ચોક પર રેલવે ગરનાળાની બાજુમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા વરસાદે પાણીના નાળા ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી દબાણ કરવામા આવતા અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ આ ગેરકાયદેસર દબાણ દુર કરવા રજૂઆત કરી હતી, જે રજૂઆતના પગલે આજે લીમખેડા મામલતદાર કચેરી ખાતે જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વાગત કાર્યક્રમમા અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ કલેકટર યોગેશ નિરગુડેએ વરસાદી પાણીના નાળા પર કરવામા આવેલ ગેરકાયદેસર દબાણ દુર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને સુચના આપી હતી.
તાલુકા સ્વાગત કાર્યક્રમમા રજુ થયેલ પ્રશ્નોના અન્ય અરજદારોને એક બાદ એક કલેક્ટરે સાંભળ્યા હતા, જેમા જેતપુર(દુ)ના અરજદાર ધનાભાઈ ભરવાડ ની માલીકીની જમીનમા જેટકો કંપની ટાવર ઉભા કરી દીધા બાદ વળતર નહિ ચૂકવતા પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, જે પ્રશ્નનો નિકાલ કરવા કલેક્ટરે જેટકોના અધિકારીને સૂચના આપી ખેડુતને નિયમોનુસાર વળતર ચુકવવા સૂચના આપી પ્રશ્નનો સુખદ નિકાલ કર્યો હતો, જ્યારે અન્ય એક અરજદાર રાયસીંગ રાવત દ્વારા જુદા જુદા બે પ્રશ્નો રજુ કરવામા આવ્યા હતા, જેમા રસ્તા પર કરેલ દબાણ દુર કરવા જીલ્લા કલેકટરે સંબંધિત વિભાગના અધિકારીને સૂચના આપી હતી, જ્યારે અન્ય બે પ્રશ્નો સરકારી જમીન કાયમી મળવાના હોઈ તેની સરકારના નિયમો અનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા એમજીવીસીએલ, ખેતીવાડી, સિંચાઈ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ, પાણી પુરવઠા, આરોગ્ય વિભાગ, સંકલિત બાળ વિકાસ અધિકારી, તલાટીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર -: અભેસિંહ રાવલ