- મમુ દાઢી નામનાં વ્યક્તિની કરાઈ હતી હ-ત્યા
- 18 આરોપી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો
- સરાજાહેર કરાઈ હતી હ-ત્યા
- અગાઉ 15 આરોપીઓની કરાઈ હતી અટકાયત
- આરોપીઓ સાડા ત્રણ વર્ષથી હતા ફરાર
મોરબીમાં 2021 માં ચાર ગેંગો દ્વારા મળીને અંધાધુંધ 12 રાઉન્ડ ફાયરિંગ કરી મમુ દાઢી નામનાં વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જે ગુન્હામાં તે સમયે કુલ 18 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને જે બાદમાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરાઇ હતી. આ ગુનામાં ત્રણ આરોપીઓ આરીફ મીર, મકસુદ સમાં અને કાદર કુરેશી સવા ત્રણ વર્ષથી ફરાર હતા. જેમણે રાજકોટ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જે બાદ પોલીસે રિમાન્ડ માટેની માંગણી કરી હતી. જેમાં કોર્ટે દ્વારા ત્રણેય આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મોરબીમાં વર્ષ 2021માં ચાર ગેંગો દ્વારા મળી ને અંધાધુંધ ૧૨ રાઉન્ડ ફાયરિંગ કરી મમુ દાઢી નામનાં વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.જે ગુન્હામાં તે સમયે કુલ ૧૮ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને જે બાદમાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરાઇ હતી પરંતુ આ બન્ને ગુનામાં ત્રણ આરોપીઓ આરીફ મીર, મકસુદ સમાં અને કાદર કુરેશી સવા ત્રણ વર્ષથી ફરાર હતા જેમને ગત તા.૨૫ ના રોજ રાજકોટ કોર્ટમાં સરેન્ડર કરતા મોરબી પોલીસે રિમાન્ડ માટેની માંગણી કરી હતી.જેમાં કોર્ટે દ્વારા ત્રણેય આરોપીના ૧૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
મોરબીમાં વર્ષ 2021માં અંધાધુંધ 12 રાઉન્ડ ફાયરિંગ કરી મમુ દાઢી નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી.જેમાં તે સમયે 18 શખ્શો સામે ફરિયાદ નોંધાઈ હતી અને બાદમાં આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો પરંતુ બન્ને ગુન્હામાં ત્રણ આરોપીઓ આરીફ ગુલમામદ મિર, મકસુદ સમા અને કાદર કુરેશી ફરાર હતા અને પોલીસના હાથે આવતા ન હતા તે દરમિયાન પોલીસે આરોપી આરીફ મીરની મિલકત જપ્તી અને બેન્ક એકાઉન્ટ સિલ કરવાની કાર્યવાહી પણ કરી હતી.
જે બાદ ફરાર આરોપીઓને આર્થિક રીતે ફટકો પડતાં ત્રણ વર્ષ કરતા વધુ સમયથી મોરબીમાં મર્ડર અને ગુજસીટોકના ગુનામાં ફરાર ઈનામી વોન્ટેડ આરોપીઓ આરીફ મિર, મકસુદ સમા અને કાદર કુરેશીએ ગઇકાલે રાજકોટ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. મોરબીના ગુનામાં તપાસ માટે મોરબી પોલીસે રાજકોટ ગુજસીટોક વિશેષ કોર્ટમાં રિમાન્ડ માંટે માંગણી કરી હતી. જે ત્રણેય આરોપીના કોર્ટે 15 દિવસના રિમાન્ડ મંજૂર કરી આરોપીઓને મોરબી પોલીસને સોંપવા હુકમ કર્યો છે. જે ત્રણેય આરોપી આરીફ મિર, મકસુદ સમા અને કાદર કુરેશીને મોરબી લાવવામાં આવ્યા છે અને વર્ષ 2021માં મામુ દાઢી હત્યા કેસ અંગે તેમજ ફરાર ના સમયગાળા દરમિયાન આરોપીઓ ક્યાં રહેતા હતા કોને આશરો આપ્યો હતો કોને કોને શું મદદ કરી તેમજ આરોપીઓની અન્ય કઈ જગ્યાએ મિલકતો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.