- DYSP, PI, નગરપાલિકા પ્રમુખ રહ્યા ઉપસ્થિત
- ટ્રાફિક અને દબાણની સમસ્યાઓ અંગે કરાઈ રજૂઆત
- દબાણ દુર કરવાની તેમજ ટ્રાફિક સમસ્યા દુર કરવાની કામગીરી કરાશે
- શહેરીજનો દ્વારા યોગ્ય કાયઁવાહી કરવા કરી હતી રજુઆત
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ઇન્પેક્શનને લઇ ને જીલ્લા પોલીસ વડા ગીરીશ પંડ્યાનો લોક દરબાર યોજયો હતો. જેમાં DYSP જે ડી પુરોહિત, PI એમ યુ મસ્સી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબાર ઉપસ્થિત આગેવાનો અને વેપારીઓ દ્વારા શહેરમા આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ અને લારી ગલ્લાના દબાણને લઈને ટ્રાફિક સમસ્યા રેહતી હોવાના શહેરીજનોએ આક્ષેપો કર્યા હતા. તેથી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે યોગ્ય કાયઁવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી. ત્યારે જીલ્લા પોલીસ વડા દ્વારા નગરપાલિકાને સાથે રાખી દબાણ દુર કરવાની કામગીરી તેમજ ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવા અંગે હૈયાધારણા આપવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્પેક્શન ને લઈને લોકદરબાર યોજવામાં ત્યારે વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહેર મા દબાણ ને,અને આડેધડ પાકીઁગને લઈને ટ્રાફિક સમસ્યા હોવાને લઈ ને પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી જીલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી.
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ઇન્પેક્શન ને લઇ ને જીલ્લા પોલીસ વડા ગીરીશ પડ્યાનો લોક દરબાર યોજવામાં આવેલ ત્યારે ડીવાયએસપી જે ડી પુરોહિત પીઆઈ એમ યુ મસ્સી નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની ઉપસ્થિતમાં યોજવામાં આવેલ લોક દરબાર ઉપસ્થિત આગેવાનો અને વેપારીઓ દ્વારા શહેરમાં આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ અને લારી ગલ્લાના દબાણ ને લઈને શહેર મા ટ્રાફિક સમસ્યા રેહતી હોવાથી શહેરીજનો મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોવાને લઈને લોકો પરેશાન થઈ ગયા છે તેથી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે યોગ્ય કાયઁવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી ત્યારે જીલ્લા પોલીસ વડા ગીરીશ પડ્યા દ્વારા નગરપાલિકા ને સાથે રાખી દબાણ દુર કરવા ની કામગીરી કરવામાં આવશે અને ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું ટુક સમય મા કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે કાયઁક્મ ને સફળ બનાવવા માટે ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા જેહમત ઉઠાવવા આવી હતી.
રિપોર્ટર : સલીમ ઘાંચી