અભિનેત્રી એશા કંસારા ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે મેડમ સર, માય નેમ ઇજ્જ લખન, એક નણદ કી ખુશીઓ કી ચાબી, મેરી ભાભી સહિત ઘણી ટેલિવિઝન સિરિયલો કરી છે. તેણે પ્રેમ પ્રકરણ નામની ફિલ્મ પણ કરી છે. એશા તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર હંમેશા એક્ટીવ રહે છે અને ઘણીવાર તેના ચાહકો સાથે તેના લોકેશન શેર કરે છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું છે કે, “It’s a #MaJa ni wedding season”
તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં તેણી તૈયાર થયા બાદ વિવિઝ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણીએ ચણિયાચોળી પહેરી છે. જેમાં તેણીએ બ્લેક કલરના ટ્રેડિશનલ ચણીયાચોલી પહેર્યા અને ક્રીમ દુપટ્ટો નાખ્યો છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.