ગુજરાતની મહિલા માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધ્યો હતો. પરંતુ આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતાં સીંગતેલના 15 કિલોના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના 15 કિલોના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તેમજ દિવાળીના સમયમાં સીંગતેલના 15 કિલોના ભાવ 2700 રૂપિયા સુધી પહોંચ્યા હતા. ત્યારે હાલમાં લગ્નની સીઝન હોવાથી હાલ બારમાસી તેલ ભરવા માટે ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરૂ થશે. આ ઉપરાંત કપાસીયા તેલ ડબ્બો 2155 થી 2250 આસપાસ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બારમાસી સીઝન, હાલ તળિયાના ભાવ છે. આ ઉપરાંત ખરીદી વધતા થોડો ભાવ વધી શકે છે.
અનુસાર માહિતી મુજબ, આ વર્ષે ચોમાસુ પાક સારું થતા અને મગફળીનું ઉત્પાદન વધુ થવાથી તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેમજ મગફળીના વધેલા ઉત્પાદન સાથે, કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે. ત્યારે હાલમાં કપાસિયા તેલનો ભાવ 2155 થી 2250 રૂપિયા, પામોલીન તેલ 1750 થી 1760 રૂપિયા, અને સનફ્લાવર તેલ 1550 થી 1560 રૂપિયાની આસપાસ છે.
ખાસ કરીને લગ્નની સીઝન અને બારમાસી તેલ ભરવાની તૈયારીના કારણે આગામી સપ્તાહથી ખરીદી વધી શકે છે, જે ભાવમાં થોડો વધારો લાવી શકે છે. જો કે, હાલના તળિયાના ભાવ સાથે ગૃહિણીઓ માટે આ સમય ખરીદી માટે અનુકૂળ છે.
સિંગતેલના ભાવમાં ઘટાડો
સીંગતેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2550 આસપાસ
કપાસિયા તેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹1850 આસપાસ
પામોલીન તેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹1750 થી ₹1760 આસપાસ
સનફ્લાવર તેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹1550 થી ₹1560 આસપાસ