Bhavnagar : શહેરમાં કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. નરાધમે 4 વર્ષની માસુમ નાની નાજુક બાળકીને પીંખી નાખી છે. આ ઉપરાંત મોડી રાત્રીના સમયે બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને ઘ્યાને લઈ હોસ્પિટલ ખાતે વરતેજ પોલીસ દ્વારા FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સમાજને સર્મસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નરાધમ શખ્સ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરીને ફરાર થયો છે. તેમજ સમાજને શર્મસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ હજુ એક અઠવાડિયા પૂર્વે જ ભાવનગરમાં પોક્સો કેસ અંતર્ગત 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ ઉપરાંત તેના એકાદ સપ્તાહ બાદ આવી ઘટના ફરી બની છે.
શું બની હતી ઘટના
ગઢડા પંથકમાં 2 વર્ષ પૂર્વે 4 વર્ષિય માસુમ બાળકીને ચોકલેટ અપાવવાના બહાને લઈ જઈ માંડવધાર ગામના શખસે દુષ્કર્મ આચરતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી અને શખસ સામે ફિટકાર વરસ્યો હતો. ત્યારબાદ ગઢડા પોલીસે ગુનો દાખલ કરી શખ્સની ધરપકડ કરી હતી. જે કેસ આજરોજ સ્પેશ્યલ પોકસો અદાલતમાં ચાલી જતા નામ. કોર્ટે શખસને તકસીરવાન ઠેરાવી 10 વર્ષની કેદ અને દંડની સજા ફરમાવી હતી.