- પાલિકા દ્વારા વધારો પરત નહીં ખેંચાય તો પ્રજાને સાથે રાખી તમામ રાજકીય પક્ષો કરશે ‘સત્યાગ્રહ આંદોલન’
- શિહોર શહેરની એસી હજાર ની વસ્તીને કોઈપણ જાતની વધારાની સુવિધા વિના ચાર ગણો વેરો વધારો ઝીકી દેવાતા પ્રજામાં ભારે રોષ ઊભો થયો છે,
શિહોરપાલિકા ના કરોડો રૂપિયાના બાકી નામે બોલે છે તેવા મોટા આસામી અને માલેતુઝાર વ્યક્તિઓના બાકી કરવેરાના ઉઘરાણા કરવામાં આવતા નથી, અને જે નિયમિત ટેક્સ ભરે છે તેવા સામાન્ય નાગરિક પર 400ગણો બોજ ઠોકી બેસાડવા પ્રયાસો સામે ભારે વિરોધ ઉઠ્યો છે
ભાજપ અને કોંગ્રેસના પ્રમુખ, મંત્રી સહિતના આગેવાનો દ્વારા ટેક્સ વધારાના વિરોધમાં આવેદનપત્રો આપીને ઉગ્ર વીરોધ દર્શાવેલ છે,અને ટેક્સ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે,
શિહોર શહેરની 80000 ની વસ્તીને પીવાના પાણી માટે ઘેર ઘેર નળ દ્વારા 10 થી 12 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, વર્ષમાં 50થી 60દિવસ પાણી અપાય છે ,તેમ છતાં આખા વર્ષનો પૂરો ટેક્સ વસૂલવામાં આવે છે, નવ વોર્ડ માં થી એક પણ વોર્ડમાં સારા રસ્તા નથી, ગટરોના પાણી રોડ ઉપરવહેતા રહેતા સતત પણે રોગચાળાનો ભય રહે છે, મોટાના લોકોની ટેક્સની ઉઘરાણી બાકી છે, સરકારી જમીન પર મકાન બાંધીને રહેતા લોકો નળ અને ગટરના ટેક્સ ભરતા નથી, અને સુવિધા વાપરે છે પાલિકા સતાધીશોએશોએ ન્યાયિક રીતે મોટા માથાઓ પાસેથી બાકી કર વસૂલવો જોઈએ અને સામાન્ય પ્રજા પર વધારાનું વેરા નું ભારણ ન નાખવું જોઈએ, શિહોરમાં 10-12 દિવસે પાણી અપાય છે ગટર ની સફાઈ વ્યવસ્થિત થતી નથી ,ક્યાંક પાણીની લાઈનમાં ગટરના પાણી ભરી ભળી જવાની ઘટનામાં ઘણીવાર ડહોળું અને દુર્ગંધિત પાણી માટલા સુધી પહોંચી જાય છે વારંવાર રોકશાળા નો ઉપદ્રવ ઉભો થાય છે ,શહેરમાં ખાડા ખડિયાને ધૂળિય રસ્તા પર વારંવાર
સતત પણે વાહનોની અવર-જવરના કારણે શહેરમાં ધૂળની ડમરીઓ ઊડતી રહે છે, સતત ટ્રાફિક અને ખાડા વાળા રસ્તા ના કારણે યુગો બાળકો અને વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બને છે, શિહોરના તમામ વોર્ડમાં એક પણ એવી ગલી કે જગ્યા નહીં હોય જ્યાં કચરાના ગંજ ખડકાયા ન હોય ,એને મોટા મોટા ઉકરડા થયા હોય આ કચરો સમયસર ઉપાડવામાં ન આવતા મચ્છરોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધતો જાય છે, લોકોમાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે આવી ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે લોકોને ફરજિયાત બારી દરવાજાઓ બંધ રાખવા પડે છે ,મચ્છરોના ઝુંડ મધમાખી ની જેમ લોકોને કરડે છે શહેરમાં ગંદકીના કારણે તાવ, ટાઈફોડ ,મેલેરીયા, હાથ પગમાં દુખાવા ,પેટના દુખાવા, ડેન્ગ્યુ જેવા સામાન્યથી ગંભીર પ્રકારના રોગ ફેલાઈ રહ્યા છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રાત પડતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં લાઈટ ગુંલ થઈ જતા મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે.
ત્યારે પાલિકાનાજવાબદાર અધિકારીઓ આવક વધારવા માટે વેરાની વસૂલાતની કોઈ કામગીરી કરતા નથી, અને જે રેગ્યુલર ટેક્સ ભરે છે તેમના પર ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે, શિહોરમાં વેરાવધારા સામે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પ્રજાહિતમાં વિરોધ નોંધાવ્યો છે અને જો આ વેરા વધારા પાછો ખેંચવાનો નિર્ણય નહીં લેવામાં આવે તો પ્રજાને સાથે રાખી સત્યાગ્રહ કરવાની ચમકી આપવાંમાં આવી છે.