- ભવનાથ પર કબ્જો કરવાની વાત સહન થાય તેવી નથી: સંતો
ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદીને લઈ વિવાદ થયો હતો અને ત્યારબાદ ભવનાથ મંદિરના મહંત હરિ ગીરીજી મહારાજને લઈ કરોડો રૂપિયાનો વહીવટ મહંત બનવા માટે કરાયા હોવા ના આક્ષેપો હરીગીરી દ્વારા કરવામાં આવ્યા હતા. તે લેટર સામે ગઈકાલે પંચદશ નામ જુના અખાડાએ આ લેટરને તદ્દન ખોટો ગણાવી કોઈપણ રૂપિયાનો વહીવટ ન કરાયા હોવાનું જાહેર કર્યું હતું.
ત્યારે હવે ગુરુના અપમાન ને લઈ હરીગીરી બાપુ ના શિષ્ય અને ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ મહેન્દ્રાનંદગીરીએ મહેશ ગીરી પર પ્રહારો કર્યા છે. કે જે મહેશ ગીરી દ્વારા કરવામાં આવી રહ્યું છે તે સાધુ-સંતો અને ભવનાથને બદનામ કરવાનું કાવતરું છે.ભવનાથ જેવા હજારો મંદિરો અને અખાડાનું સંચાલન હરીગીરી મહારાજ કરી રહ્યા છે. જે માણસના વ્યક્તિત્વ પર કાદળ ઉછાળવાનું અને કાવતરું મહેશગીરી કરી રહ્યા છે તે સાધુને શોભતું નથી.ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું આ ખૂબ મોટું કાવતરું કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આગામી પેલી ડિસેમ્બરના ભવનાથ પર કબજો કરવાની વાત મહેશ ગીરી દ્વારા કરવામાં આવી હતી જેને લઇ જગતગુરુ એ કહ્યું હતું કે દત્તચોકને ચાંદની ચોક બનાવવો નથી અને કાયદો કાયદા નું કામ કરશે તો બીજી તરફ જ્યારે ભવનાથ જતા સમયે મુજકુંદ વચમાં આવે છે તે મહેશગીરીએ ભૂલીને જવું ન જોઈએ. ભવનાથ મંદિરની દાનપેટીમાં જે દાન એકત્રિત થાય છે તેની પેટી મામલતદાર હસ્તક ખોલવામાં આવે છે અને ત્યારબાદ તમામ રૂપિયા બેંકમાં જમા કરાવવામાં આવે છે અને ભવનાથ મંદિરના વિકાસમાં વાપરવામાં આવે છે. તેમજ હાલમાં ચાલી રહેલી બાબતે આગામી સમયમાં સાધુ-સંતોની બેઠક મળી આ બાબતે ચર્ચા વિચારણા કરશે.
ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ મહેન્દદ્વાનંદ ગીરી મહારાજે જણાવ્યું હતું કે મહેશ ગીરી દ્વારા જે અમારા ગુરુ હરી ગીરીજી મહારાજ પર આક્ષેપો કરાયા છે તે પાયા વિહોણા છે. હરી ગીરી મહારાજ એ સમર્થ અને સહજ સંત છે જેને પોતાનું જીવન સનાતન ધર્મને અર્પણ કર્યું છે. ભવનાથ જેવા હજારો મંદિરો અને અખાડાનું સંચાલન હરીગીરી મહારાજ કરી રહ્યા છે. જે માણસના વ્યક્તિત્વ પર કાદળ ઉછાળવાનું અને કાવતરું મહેશગીરી કરી રહ્યા છે તે સાધુને શોભતું નથી.
આજે 26 તારીખ એટલે કે બંધારણીય દિવસ છે. ભારતમાં લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહ્યા છે. ખાસ કરી જૂનાગઢનો કાયદો હર્ષદ મહેતા ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે. અને અમને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે. અને જો કબજો કરવાની વાત હોય તો દત્તચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. આવી કાયદા બહારની વાત કોઈએ ન કરવી જોઈએ. છતાંય કબજો લેવા જાતી વખતે વચમાં આવે છે તે મગજમાં રાખજો.
જ્યારે ગુજરાતની જનતાને ખાસ અપીલ કરવા માગું છું કે સાધુ સંતો ગિરનાર ક્ષેત્ર અને ભવનાથને બદનામ કરવાની છેલ્લા ઘણા સમયથી વાતો થઈ રહી છે તે તદ્દન ખોટી છે. ત્યારે આવી વાતો જે કોઈ સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યા છે તેના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
હરીગીરીજીનું જીવન ‘સાદગી’ ભર્યુ
હરી ગીરીજી મહારાજ માત્ર મારા ગુરુ મહારાજ નથી પરંતુ ભારત વર્ષના લાખો સાધુ સંતો, સન્યાસીઓના તે ગુરુ છે. ભારત વર્ષના કેટલાયે મહામંડલેશ્વર અને જગતગુરુના હરીગીરી મહારાજ ગુરુ છે. 10, 20 વર્ષથી હરિ ગીરી મહારાજ માત્ર એક જ ગાડી ચલાવે છે, ત્રણ જોડી કપડા અને જોડી ખંભે નાખી આખા ભારત વર્ષની યાત્રા હરીગીરી મહારાજ કરે છે. ક્યારે આવા મહાપુરુષ માટે આટલું બોલવું તે સાધુને શોભતી વાત નથી. જેનું સાધુ-સંતો ખંડન કરે છે અને ખૂબ જ આ બાબતે દુખી છે. આ બાબતે હરિ ગીરીજી મહારાજ દ્વારા ભવનાથ મંદિરને લઈ એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેને આ પત્રમાં તમામ બાબત રજૂ કરી છે.