- પ્રચંડ જનાદેશ છતા મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ નક્કી કરવામાં મહાયુતીમાં ભારે મથામણ: દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવી એકનાથ શિંદેને કેન્દ્રમાં લઇ જવાય તેવી પણ સંભાવના
- પહેલા આખી કેબિનેટ નક્કી કરી દેવાશે પછી મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થશે: ભાજપના રાષ્ટ્રીય નિરિક્ષકો મુંબઇ આવશે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)ની મહાયુતીને પ્રચંડ જનાદેશ મળ્યો છે. છતા ચાર દિવસથી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં મહાયુતીમાં ભારે મથામણ ચાલી રહી છે. ચૂંટણી પહેલાની સંધી મુજબ એકનાથ શિંદેને મુખ્યપ્રધાન પદ મળે તેવી સંભાવના પણ વધી રહી છે. બીજી તરફ એવી પણ ચર્ચા થઇ રહી છે કે ભાજપ હાઇકમાન્ડ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઇનલ કરી લેવામાં આવ્યું છે. એનસીપીના અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે અને કેન્દ્રમાં કોઇ મોટુ મંત્રાલય આપવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ગઇકાલે એકનાથ શિંદેએ રાજીનામું આપી દીધું છે. સામાન્ય રિતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી વિધાનસભાનું વિસર્જન કર્યા બાદ જો સત્તાધારી પક્ષને જ પુન: જનાદેશ મળ્યો હોય તો નવી સરકાર રચવાનો દાવો કરી દેવામાં આવતો હોય છે પણ મહારાષ્ટ્રમાં સીએમ પદને લઇ જબ્બરી ખેંચતાણ ચાલી રહી છે. ભાજપને 132 બેઠકો મળી છે. મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જ હોવું જોઇએ. તેવું ભાજપના ધારાસભ્યો માની રહ્યા છે. સામા પક્ષે શિવસેના શિંદે જૂથના ધારાસભ્યો એવું માની રહ્યા છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાયુતી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં પ્રચંડ જનાદેશ મળ્યો છે. આવામાં એકનાથ શિંદેને જ સીએમ બનાવવા જોઇએ.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એવું નિવેદન આપ્યું છે કે, ભાજપ હાઇકમાન્ડે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનું મન બનાવી લીધું છે. આ યોગ્ય પણ છે. એકનાથ શિંદેને કેન્દ્રમાં લઇ જવામાં આવશે અને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. ગઇકાલે મહારાષ્ટ્ર વિધાનસભાની મુદ્ત પૂર્ણ જઇ જવા પામી છે. હજી મહાયુતી દ્વારા રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો નથી. નવી સરકારની રચનામાં પહેલા કેબિનેટ નક્કી કરી લેવામાં આવશે. મહાયુતીમાં સામેલ ત્રણેય પક્ષના કેટલા ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન આપવું અને ક્યાં ધારાસભ્યોને ક્યું ખાતુ આપવું તે નક્કી કરાયા બાદ સૌથી છેલ્લે સીએમનું નામ નક્કી કરાશે. આજે ભાજપના રાષ્ટ્રીય નિરિક્ષકો મુંબઇમાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
શિવસેનાના એક નેતા કે જેઓ રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની નજીક છે, તેમણે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પછી એક સમજૂતી થઈ હતી કે જો મહાયુતિ વિધાનસભાની ચૂંટણી જીતશે તો શિંદે રાજ્યની બાગડોર સંભાળશે.
લોકસભા ચૂંટણીમાં મહાયુતિના પરાજય પછી, વિધાનસભા ચૂંટણી માટે વ્યૂહરચના તૈયાર કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો થઈ હતી. “આ બેઠકોમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાજપ શિવસેના અને એનસીપી પછીની મહત્તમ બેઠકો પર ચૂંટણી લડશે, પરંતુ “મહાયુતિના ઘટક પક્ષો જીતે તેટલી બેઠકોને ધ્યાનમાં લીધા વિના, જો મહાયુતિ સ્પષ્ટ બહુમતી મેળવે તો શિંદે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે.
શિવસેના, જેણે વિધાનસભા ચૂંટણીમાં 57 બેઠકો જીતી હતી. જો કે, ભાજપ 132 બેઠકો સાથે, જે 288 સભ્યોની વિધાનસભામાં અડધા-માર્ગના ચિન્હથી માત્ર 12 ઓછી છે, દેવેન્દ્ર ફડણવીસ નવી સરકારનું નેતૃત્વ કરવા અંગે મક્કમ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચૂંટણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે મહાયુતિ શિંદેના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી હતી, પરંતુ તે સ્પષ્ટ બહુમતી મેળવવાની સ્થિતિમાં, નવા ભાજપના સંસદીય બોર્ડ અને શિવસેના અને એનસીપીના વડાઓ દ્વારા મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે.