- લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરી 40 મુસાફરોને રેસ્ક્યૂ કરાયા
- 15થી 20 મુસાફરો ઘાયલ
- બસ ડ્રાઇવર ફરાર
- અન્ય વાહન ચાલકોની નજરે અકસ્માત નજરે ચડતા તેઓએ તુરત પોલીસને જાણ કરી
- ઘટનાને લઈને કોસંબા પોલીસ,ટ્રાફિક પોલીસ,NHAI અને ફાયર ટીમો સ્થળ પર દોડી ગઈ
Surat : રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સવારે સુરતમાં અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત શહેરના નેશનલ હાઈવે-48 પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કોસંબા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ રોડ નીચે ઉતરી ગઈ હતી. આ ઉપરાંત રોડ નીચે ઉતરીને ખાનગી બસ હાઈવેની બાજુમાં નીચે ઉતરી ગઈ હતી. જોકે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ બસમાં મુસાફરી કરતા તમામા મુસાફરોને બચાવ્યા હતા.
15થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ
આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા કોસંબા પોલીસ, ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી સહિત ફાયર ટીમ દોડી આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા ક્રેનની મદદથી બસને ઊંચી કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઇના મૃત્યુ નોંધાયા નથી. પરંતુ 15થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મુસાફરો પાસેથી મળતી માહિતી મુજબ આ ખાનગી બસ રાજસ્થાનથી નાસિક જઈ રહી હતી. ત્યારે સુરત પાસે બસને અકસ્માત નડ્યો હતો. તેમજ બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, એક મહિલા અને એક પુરુષને વધુ ઇજા પહોંચી હતી. તેમજ કેબિનમાં રહેલા લોકોને પતરા કાપી અને પહોળા કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમાં એક સોફામાં રહેલી મહિલાના પગમાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ તમામ લોકોને 108 દ્વારા તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 26 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. મહિલાની હાલત વધુ ગંભીર છે.
આ ઘટનામાં ડ્રાઇવર ક્યાંય મળી આવ્યો ન હતો. આ ઘટના બાદ ડ્રાઇવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને જોકુ આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. તેમજ આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. આ દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઉતરી ગઈ હતી. તેમજ તમામ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો કોઈ જાનહાની નોંધાઈ નથી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય