- BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ
- પોન્ઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાની ઉઠેલી બુમોને લઇ તપાસ શરુ
- પોન્ઝી સ્કિમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા
Aravalli : BZ GROUP પર CIDના દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ મચી ગયો હતો. બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાની બુમો ઉઠી હતી. તેમજ પોન્ઝી સ્કિમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત CID દ્વારા અરવલ્લી અને સાબરકાંઠામાં દરોડા પાડવામાં આવ્યા હતા. CID ની તપાસમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.
અનુસાર માહિતી મુજબ, ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID એ સકંજો કસ્યો છે. જેમાં અરવલ્લી BZ GROUP પર CIDના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. BZ GROUPના એજન્ટો પર CID ના દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું છે.
આ પોન્ઝી સ્કિમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા છે. તેમજ CID દ્વારા મેઘરજ, મોડાસા અને હિમતનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ તપાસમાં અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અહેવાલ : રુતુલ પ્રજાપતિ