અમદાવાદના ગૌરવ તરીકે ઓળખાતો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ છેલ્લા 40 વર્ષથી શહેરની સેવા કરી રહ્યો છે. ગત વર્ષે બ્રિજમાં કેટલીક તિરાડો પડી હતી, જેના કારણે બ્રિજ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.
નારોલથી વિશાલા જતા મુસાફરોને એક મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન શાસ્ત્રી બ્રિજનો એક સાઈડનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે. આ ઉપરાંત નારોલથી વિશાલા તરફનાં શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ શરૂ થશે. વિશાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે. આ દરમિયાન 31 ડિસેમ્બર સુધી શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ ચાલશે. આ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે.
ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ
તેને લઇ તહેવારમાં વિસ્તારના લોકોને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યાં 2 દિવસથી શાસ્ત્રીનગરથી અખબારનગર જતા અંડર પાસના રસ્તામાં ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કરાયું છે. તે કામ હજુ 10 દિવસ ચાલે તેવી શકયતા છે. ત્યારે ગટરની કામગીરીના કારણે વાહન ચાલકોને આસપાસના સાંકડા રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે. આ ઉપરાંત રસ્તાની કામગીરીના કારણે સવાર અને સાંજે મોટા પ્રમાણમાં ટ્રાફિકજામની સ્થિતી સર્જાય છે. તેના કારણે લોકોના સમયનો મોટા પ્રમાણમાં વ્યય થાય છે.
ટ્રાફીકમાં SOG ગેસ બળી જાયઃ રીક્ષા ચાલક
આ બાબતે રીક્ષા ચાલકે જણાવ્યું હતું કે, ટ્રાફિક ખૂબ જ વધારે હોય છે. તેમજ સવારે અને સાંજે દોઢ થી બે કિલોમીટરનો ટ્રાફિક હોય છે. તેથી કામ ઝડપી થાય તેટલું સારું. આ ઉપરાંત નારોલથી ક્રોસ કરવું હોય તો દોઢ થી બે કલાક થાય છે. તેમજ SOG બળી જાય છે.
બને તેટલું જલ્દી બ્રિજનું રિપેરીંગ કામ પૂર્ણ થાયઃ વાહન ચાલક
વાહન ચાલકો આ બાબતે જણાવ્યું હતું કે, એક મહિના માટે બ્રિજ બંધ રહેશે તો આવવા જવામાં તકલીફ ન પડે તે રીતે કામ થવું જોઈએ. આ ઉપરાંત રોજ રાતે ગાડી નીકળી ન શકે તેટલો ટ્રાફિકજામ થાય છે. તેમજ 1 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે. તેમજ બને તેટલું જલ્દી બ્રિજનું રીપેરીંગ કામ થઈ જાય તો વાહન ચાલકોને આવવા જવા માટે સરળ બને.