હળવદમાં આવેલ એસબીઆઇ બેંક શાખા માં ગન મેન તરીકે ડુંગરભાઇ કરોત્રા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. વડીલો – દિવ્યાંગજનો અને અશિક્ષિતોને બેંકમાં સહાય ની જરૂર રહેતી હોય છે તેવા લોકો ને પોતાની નૈતિક ફરજ સમજી સહાય કરી રહ્યા છે. હળવદ તાલુકાના લોકો ડૂંગરભાઈ ની આ સેવા ની નોંધ લઇને સોશિયલ મીડિયા માં પોસ્ટ કરી અને તેઓને બિરદાવી રહ્યા છે . સમાજમાં આવા સેવા નિષ્ઠ કર્મચારીઓ હોય ત્યારે ગર્વ થાય છે. ડુંગરભાઈ કરોતરા જેવા વ્યક્તિઓ આપણી સરકારી સંસ્થાઓનું ગૌરવ વધારે છે.તેમની નિઃસ્વાર્થ સેવા અને દરેકને મદદ કરવાની ભાવના ખરેખર પ્રશંસનીય છે. આજ ના યુગમાં જ્યાં બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે. ત્યારે ટેકનોલોજીથી અજાણ લોકો માટે બેંક જેવી જગ્યાએ જવું એક પડકાર બની જાય છે. આવી સ્થિતિમાં ડુંગર ભાઈ જેવા વ્યક્તિઓની હાજરી ખૂબ જ મહત્વ પૂર્ણ બની જાય છે. તેઓ માત્ર એક સિક્યુરિટી ગાર્ડ નથી પરંતુ એક માનવતાવાદી છે.
હળવદ માં આવેલ એસબીઆઇ બેંક શાખા માં ગન મેન તરીકે ડુંગરભાઇ કરોત્રા (રબારી) નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે વડીલો – દિવ્યાંગજનો અને અશિક્ષિત અને સહાય ની જરૂર છે તેવા લોકો ને પોતાની નૈતિક ફરજ સમજી અને સહાય કરી રહ્યા છે અને હળવદ તાલુકાના લોકો ડૂંગરભાઈ ની આ સેવા ની નોંધ લઇને સોશિયલ મીડિયા માં પોસ્ટ કરી અને તેઓને બિરદાવી રહ્યા છે ત્યારે આ ઝડપી યુગ માં કોઈને કોઈ ની સામે જોવાનો પણ સમય નથી અને સ્વાર્થ સિવાય કોઈ એક બીજા ને બોલાવવા પણ રાજી નથી તેવા આ હળાહળ કળીયુગ માં નિઃસ્વાર્થ ભાવે પોતાનો માનવ ધર્મ સમજી પ્રતિદિન અનેક લોકો ને પોતાના થી બનતી તમામ મદદ નિવૃત્ત સેના ના જવાન અને એસબીઆઇ બેંક માં ગન મેન તરીકે ફરજ બજાવતા ડુંગરભાઈ રબારી કરી રહ્યા છે ત્યારે ડુંગરભાઈ રબારી ની આ સેવા અન્ય માટે પ્રેરણારૂપ કહી શકાય