અમદાવાદ: વૈશ્વિકસ્તરના થીમ પાર્ક આધારિત ઈમેજિકા પાર્કને મહારાષ્ટ્ર સહિત વધુ એક રાજ્યમાં નવું સરનામું મળી શકે છે. તેમજ મહારાષ્ટ્રના ખપોલી સ્થિત ઈમેજિકા પાર્કની માફક ગુજરાતમાં પણ ઈમેજિકા પાર્ક બનાવવા માટે પાલિકા પ્રશાસન દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર 4.56 હેક્ટરમાં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે, તેના માટે ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વચ્ચે મહત્વના કરાર કરવામાં આવ્યા છે.
3-4 મહિનાની અંદર કામગીરી શરૂ
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ લગભગ 3-4 મહિનાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રસ્તાવિત પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે. તેમજ તૈયાર થયા બાદ ગુજરાતનો આ પ્રથમ અને ભારતનો બીજો સૌથી મોટો થીમ પાર્ક બની જશે.
વાર્ષિક ભાડું 45.60 લાખ
આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો 8-10 મહિનામાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત વળી ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડના ખર્ચે નિર્માણ થશે. તેમજ થીમ પાર્કના નિર્માણ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 30 વર્ષની લીઝ પર જમીન ફાળવવામાં આવી છે. આ માટે જમીનના વાર્ષિક ભાડા લેખે 45.60 લાખ ચૂકવવાનો રહેશે અને તેમ વાર્ષિક દરે 10 %નો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત ઇમેજિકાએ કમાણીમાંથી દર વર્ષે 12.25 %નો હિસ્સો પણ આપવાનો રહેશે.
5 ઝોનનું નિર્માણ કરાશે
આ પ્રોજેક્ટના નિર્માણમાં કુલ 5 ઝોનનું નિર્માણ કરવામાં આવશે. તેમાં પ્રથમ ઝોનમાં 5 હજારની ભીડને નિયંત્રીત કરી શકાય તે મુજબનો ઓપન એરિયા રહેશે. આ ઉપરાંત ઝોન 2માં ટિકિટ વિન્ડોનું નિર્માણ કરવામાં આવશે. તેમજ ઝોન 3માં ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટરનો ઈન્ડોર એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે. તેમજ આ ઝોનના સેકન્ડ ફ્લોર પર મલ્ટીલેવલ પાર્કિંગ હશે.
વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર થનારા ગુજરાતના પહેલા અને દેશના બીજા સૌથી મોટા થીમ પાર્કનો પહેલો તબક્કો 8થી 10 મહિનામાં પૂરું થઈ જશે. ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડનો હશે. ઈમેજિકાને થીમ પાર્ક માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને 30 વર્ષની લીઝ પર જમીન ફાળવી છે. આ જમીનનું વાર્ષિક ભાડું 45.60 લાખ હશે. અને દર વર્ષે 10%નો વધારો કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ભાડા ઉપરાંત ઈમેજિકા વર્લ્ડ કમાણીમાંથી દર વર્ષે 12.25%નો હિસ્સો પણ આપશે. આ પાર્ક પાંચ ઝોનમાં બનાવવામાં આવશે.